Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

રૂ.૬પ હજારની લાંચની માંગણી કરનાર ચોટીલા તાલુકાના તલાટી મંત્રી સસ્પેન્ડ

વઢવાણ, તા. ર૬ : વઢવાણ-સુરેન્દ્રનગર-મારદીપ અને ચોટીલા તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીઅએ બામણબોર જીઆઇડીસીમાં જમીનમાં ગ્રામ પંચાયતના બાદી લેણા પેટે સમાધાન કરી આપવા રાજકોટના વ્યકિત પાસે રૂપિયા ૬પ હજારની લાંચ લીધી હતી. વર્ષ ર૦૧૩માં લાંચ લેવાના બનેલ આ બનાવનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ત્રણ વર્ષના કારાવાસની સજા ફટકારી હતી ત્યારે છેલ્લા લખતર ખાતે ફરજ બજાવતા લાટીના જિલ્લા પંચાવત ડીસમીસ કરવાનો હુકમ થયો છે.

રાજકોટના અક્ષરવાડીયા રહેતા ભીમાભાઇ રાણાભાઇ સુતરેજા એ તેમના પત્ની જયોતિબેનના નામે બમણબોર જીઆઇડીસીમાં હરરાજી સમયે પ્લોટ લીધો હતો. આ પ્લોટ પર અગાઉ બાંધકામ હોવાથી ગ્રામ-પંચાયતમાં રૂપિયા ૧,૪પ,૦૦૦ લેણા હતાં જે લેણા પેટે સમાધાન કરી આપવા બામણબોર નવા ગામ જીવાપર અને ગુંદાળા સંયકુત ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી સવદાસભાઇ મોહનભાઇ શીધવે રૂપિયા ૬પ હજારની લાંચ માંગી હતી. આથી ભીમાભાઇએ આ અંગે એસીબીને જાણ કરતા ગવઢવાણના ગણપતિ ફાટક પાસે ગોઠવાયેલા છટકામાં લાંચ લેતા તલાટી કમ મંત્રી સવદાસભાઇ રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. આ અંગેના કેસ સુરેન્દ્રનગરની પાંચમી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટ સવદાસભાઇ શીધવને ત્રણ વર્ષની કેદની સજા અને રૂપિયા ા૧પ હજારના દંડ ફટકારાયા હતાં.

ચુકાદા સમયે  લખતર ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા સવસાદભાઇને જિલ્લા પંચાયત દ્વારા નોટીસ આપીને ડીસમીસ કરી દીધા છે. જિલ્લામાં લાંચ લેતા ઝડપાયેલ તલાટીને ડીસમીસ કરવામાં આવતા લાંચીયા તલાટીઓમાં ફફડાટ ફેલાયો છે.

(1:18 pm IST)