Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ગોંડલના ઘોઘાવદરમાં ચોરી કરવા આવેલ તસ્કર કુવામાં ખાબકયો

સાથેનો બીજો તસ્કર ચોરીના મુદ્દામાલ સાથે નાસી ગયોઃ શોધખોળ

ગોંડલ તા. ૨૬ : તાલુકાના ઘોઘાવદર ગામે વાડીની ઓરડીમાં ચોરી કરી નાશવા જઇ રહેલ ચોર પૈકી એક ચોર કુવામાં ખાબકતા દવાખાનાની હવા ખાવી પડી હતી. જ્યારે તેનો સાથીદાર એક મોબાઇલ તેમજ રોકડ રકમ લઇ નાસી ગયેલ હોય તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના ઘોઘાવદર ગામે નારણભાઇ તેજાભાઇ સાવલિયાની વાડીની ઓરડીમાં રાજકોટના સરધાર ગામમાં નવઘણ રામજી સોલંકી અને તેનો સાથીદાર અજાણ્યો શખ્સ રૂ. ૫૦૦ની કિંમતનો મોબાઇલ અને રોકડા રૂ. ૧૫૦૦ ચોરી કરી નાશવા જઇ રહ્યા હોય નવઘણ કુવામાં ખાબકતા તેને દવાખાનાની હવા ખાવી પડી હતી. જ્યારે તેનો સાથીદાર નાસી ગયેલ હોય તેને ઝડપવા તાલુકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

(11:45 am IST)