Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જસદણ-વિંછીયા પંથકમાં વીજ ચોરી ઝડપવા રપ સ્કવોડ ત્રાટકી

જસદણ તા. ર૬ :.. ચૂંટણીની આચાર સંહિતા પુર્ણ થતા જ જસદણ-વિંછીયા પંથકમાં વીજ ચોરી ઝડપી લેવા ધમધમાટ શરૂ થયો છે.

પીજીવીસીએલ કોર્પોરેટર  ઓફીસ દ્વારા જસદણ શહેર અને વિંછીયા તાલુકાના જુદા જુદા ગામડાઓમાં વીજીલન્સ ટીમની જૂદી જૂદી રપ સ્કવોડ ટીમ દ્વારા વીજ ચોરીની તપાસનો પ્રારંભ વહેલી સવારથી જ કરવામાં આવ્યો છે. અંદાજે બસ્સોથી વધારે વીજ કર્મચારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મુખ્યત્વે વિંછીયા તાલુકાના ગામડાઓમાં તપાસ શરૂ છે. ટી એન્ડ ટી લોસ ધરાવતા ગામડાઓ તથા વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે.તપાસ ટીમ  સાથે સલામતી વ્યવસ્થા તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ચૂંટણી પૂર્વે પણ વીજ ચેકીંગ બંધ હતું. લાંબા સમય બાદ વીજ  ચેકીંગ શરૂ થયું છે.

(11:44 am IST)