Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

‌ગિરનાર પર્વત-૭, નલીયા-૮.૪, અમરેલી-૧૦.૪ ડીગ્રીઃ ઠંડીમાં વધઘટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના ઠંડીની અસર વધુ

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્ના છે. અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગે છે અને તેના કારણે મોડી રાત્રીના અને વહેલી સવારના વધુ અસર અનુભવાય રહ્ના છે. જા કે આજે ઠંડીમાં વધઘટ થઇ છે.

 

ઠંડીની અસરના કારણે લોકોની આર. જવર મોડી રાત્રીના ઘટી જાય છે અને ઠંડીથી બચવા માટે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો  અને તાપણાનો સહારો લઇ રહ્ના છે.

 

આજે ગિરનાર પર્વત ઉપર ૭ ડીગ્રી, નલીયા ૮.૪, અમરેલી ૧૦.૪, જામનગર ૧૪.૮, રાજકોટ ૧પ.૩ ડીગ્રી તાપમાન નોîધાયું છે.

જુનાગઢ

જૂનાગઢ :.. આજે ગીરનાર પર્વત પર ૭ ડીગ્રી અને જૂનાગઢમાં ૧ર ડીગ્રી ઠંડી રહી છે.

ગઇકાલે નાતાલનાં દિવસે સોરઠ વિસ્તારમાં કડકડતી ઠંડી અનુભવાઇ હતી. ગિરનાર ખાતેનું તાપમાન ઘટીને પ.૭ ડીગ્રી થઇ જતાં પ્રવાસીઅો ઠીંગરાઇ ગયા હતાં.

આ જ પ્રમાણે જૂનાગઢ વિસ્તારમાં ૧૦.૭ ડીગ્રી ઠંડીઍ જનજીવનને અસર પહોîચાડી હતી પરંતુ આજે જૂનાગઢ ખાતે તાપમાનનો પારો ઉપર ચડીને ૧ર ડીગ્રીઍ  સ્થિર થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે.

ગિરનાર પર્વત પરનું તાપમાન ૭ ડીગ્રી રહ્ના છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૪ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪૧ કિ.મી.ની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ર૪.૬ મહત્તમ, ૧૪.૮ લઘુતમ, પ૭ ટકા વાતાવરણ માં ભેજનું પ્રમાણ ૧ર.૮ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(12:14 pm IST)