Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિરપુર (જલારામ) મોંઘીબા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ

 વીરપુર (જલારામ) : માતુશ્રી મોંઘીબા પ્રાથમિક શાળા દ્વારા ર૮મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો. શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા મીમીક્રી, વેશભુષા, નાટક, ડાન્સ વગેરે જેવી સાંસ્કૃતિક કૃતીઓ રજૂ કરાઇ હતી. દીપ પ્રાગટય પૂ. જલારામબાપા પરીવારના કીર્તીબેન ચાંદ્રાણી દ્વારા કરવામાં આવેલ આ તકે વીરપુર જલારામજી વિદ્યાલયના પૂર્વ આચાર્ય રણછોડભાઇ વઘાસીયા, હાલના શ્રી નૈયા, શાળાના ટ્રસ્ટીગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન માતુશ્રી મોંઘીબા ગર્લ્સ સ્કુલ - માધ્યમીક તથા સંચાલન માતુશ્રી મોંઘીબા ગર્લ્સ સ્કુલ-માધ્યમિક તથા પ્રાથમિક વિભાગ ના સ્ટાફ ગણ દ્વારા કરવામાં આવેલ. સ્વાગત  પ્રવચન શ્રી રણછોડભાઇ વઘાસીયા  દ્વારા કરવામાં આવેલ સાથે આજના શીક્ષણ વિશે વિદ્યાર્થીઓને માહીતી આપી હતી. આભારવિધી સંસ્થાના ટ્રસ્ટી આશાબેન જોષીએ કરી હતી. (તસ્વીર-અહેવાલ : મનીષ ચાંદ્રાણી, કિશન મોરબીયા વિરપુર જલારામ)

 

(9:21 am IST)