Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જૂનાગઢ ધ ફર્ન લિયો રિસોર્ટની મહેમાનગતિ માણી ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતેઃ વિપુલભાઈ કોટેચાનો આભાર વ્યકત કર્યો

તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે જૂનાગઢની મુલાકાતે આવેલ દરમ્યાન તેઓએ ગિરનાર દરવાજા પાસે આવેલ ધ ફર્ન લિયો રિસોર્ટ એન્ડ કલબમાં રોકાણ કર્યુ હતું. દરમ્યાન રિસોર્ટના માલિક વિપુલભાઈ કોટેચા દ્વારા તેઓને રોકાણ દરમ્યાન સુંદર વ્યવસ્થા ગોઠવેલ. જેના લીધે તેઓએ વિપુલભાઈ કોટેચાનો આભાર વ્યકત કરેલ. મુખ્યમંત્રી સાથે તેમની પુત્રી પ્રથવી સાવંત પણ આવેલ. શનિવારે રાત્રે તેઓનું લિયો રિસોર્ટ ખાતે આગમન થતા તેઓનું જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા તેમજ પૂર્વ ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, વિપુલભાઈ કોટેચા સહિતના પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વિપુલભાઈ કોટેચાની લિયો રિસોર્ટમાં ફાઈવ સ્ટાર હોટલમાં મળતી તમામ ભૌતિક સુવિધા અહીં ઉપલબ્ધ જોઈ તેમજ કાઠીયાવાડી ભોજનના આસ્વાદ લઈ અને રોકાણ દરમિયાન વિપુલભાઈ કોટેચા દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા બદલ ખુશ થઈ ગોવાના મુખ્યમંત્રીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં ગોવાના મુખ્યમંત્રીને આવકારતા ડોલરભાઈ કોટેચા, ગીરીશભાઈ કોટેચા તેમજ વિપુલભાઈ કોટેચા તેમજ મંદિરમાં બિરાજમાન ભગવાન રાધેશ્યામના દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી પોતાની પુત્રી અને કોટેચા પરિવાર સાથે નજરે પડે છે (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(4:23 pm IST)