Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ગોંડલનાં રાજવી સર ભગવતસિંહજીની જન્મ જયંતિ ઉંજવાઇ : મહારાજા તથા યુવરાજ સહીત નગરજનોની ભાવ વંદના

ગોંડલ : પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીની ૧૫૬ મી જન્મ જયંતી નિમિતે  પુષ્પાંજલિ અર્પણ કરવા માં આવી હતી. મહારાજા જ્યોતીન્દ્રસિંહજી  ઓફ ગોંડલ, યુવરાજ હિમાંશુસિંહજી ઓફ ગોંડલ, કુમાર જ્યોતિર્મયસિંહજી સાહેબ ઓફ હવામહેલ ગોંડલ ઉંપસ્થિત રહ્યા હતા ત્યારની તસ્વીર. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૫ : ગોંડલ નરેશ -જા વત્સલ્ય મહારાજા ભગવત સિંહજી ની તા.૨૪ ઓક્ટોબર  રવિવાર નાં ૧૫૬ મી જન્મ જયંતી નિમિતે કોલેજ ચોક ભગવત ગાર્ડન ખાતે સર ભગવતસિહજી ની પ્રતિમા ને પુજન ફુલહાર કરી વર્તમાન મહારાજા જયોતિન્દ્રસિહજી, યુવરાજ હિમાંશુસિંહજી, નગરપાલીકાનાં પુર્વસદસ્ય પીઢ આગેવાન પૃથ્વીસિંહ જાડેજા,  રાજેન્દ્રસિંહ જાડેજા, મનુભાઈ કોટડીયા, ઋષીભાઇ જાડેજા, તાલુકા કારોબારી અધ્યક્ષ મયુરસિહજાડેજા સહિતનગરજનો ઉંપસ્થિત રહી પ્રજા વત્સ્લય રાજવી ભગવતસિહજીને ભાવ વંદના કરી હતી. દોઢ સદી વિતવા છતા સંસ્કૃતી સર્જક રાજવીની બેનમુન સંસ્કૃતી આજે પણ ગોંડલ નાં ખુણે ખુણે અમર અને યાદગાર બની અડીખમ ઉંભી છે.
દેશની આઝાદી ૭૪ વર્ષ ની ઘરડી થવાં છતાં અને દેશ માં કોંગ્રેસ, ભાજપ કે ખિચડી સરકારો નાં શાસન બાદ પણઆજે  વિકાસ..વિકાસ ની બુમો પાડી વિકાસ ને શોધી રહયાં છીએ. કારણ કે ૭૪ વર્ષ થી લોકશાહી ભોગવતા હોવાં છતાં આમ નાગરીક કે ખેડૂતો ની હાલત બદતર જ રહી છે. બીજી બાજુ રજવાડું હોવાં છતાં ખરા અર્થમાં લોકશાહી ઢબે સુશાસન ચલાવનારા રાજવી ભગવતસિહજી એ ૬૦ વર્ષ રાજ કર્યુ જે આજે ઇતિહાસ નાં સોનેરી પૃષ્ઠોમાં અમર બન્યું છે.ત્યારે સવાલ એ ઉંઠે કે પ્રજા માટે કુશળ રાજાશાહી ઉંતમ કે ખોખલી અને ભૃષ્ટ લોકશાહી??
ગોંડલ મહારાજા ભગવતસિહજી એક વિચક્ષણ, પ્રગતિશીલ અને પ્રજા વત્સલ્ય રાજવી તરીકે પંકાયેલા હતા.૬૦ વર્ષ નાં તેમનાં શાસનકાળ માં ગોંડલ રાજ્ય ને દેશ નું એક પ્રગતિશીલ અને નમુનેદાર રાજ્ય બનાવ્યું હતુ.
આપણે સફાઇ,પાણી,વિજળી સહીત નાં કરવેરા અને હાઇવે પર તોતિંગ ટોલ ટેક્ષ ભરીએ છીએ.તો પણ પ્રજાનાં ભાગે સુવિધા નાં નામે મીંડુ જ મળે છે.પરંતુ એ જમાનામાં ગોંડલ રાજય માં કોઈ પણ જાત નાં કરવેરાનાં હતાં. સિમેન્ટ થી મઢેલા પહોળાં રાજમાર્ગો, પાકી ફુટપાથો,અંડર ગ્રાઉંન્ડ વિજળી, ભુગર્ભ ગટર સાથે બેનમુન નગર રચનાં મહારાજા ભગવતસિહજીની આગવી ઓળખ હતી. ગોંડલ માં એ નગર રચના ની યાદી સમી મોટા ઓરડા જેવી ભુગર્ભ ગટરો કેટલાક વિસ્તારો માં આજે પણ ધરબાયેલી જોવાં મળે છે.ગમેતેટલો વરસાદ વરસે પાણી સડસડાટ વહ્યું જાય. વરસાદનાં પાણી માટે ડ્રેનેજ વ્યવસ્થા હતી.કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત નગપાલીકાએ રાજવીકાળની ભુગર્ભ ગટર ને બંધ કરી નવી ભુગર્ભ ગટર બનાવી. તાજેતર નાં ભારે વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયુ હતું.રાજમાર્ગો પર જાણે નદીનાં વહેણ વહેતાં હોય તેવાં દ્ષ્યો રોજીંદા હતાં.કારણ કે ભુગર્ભ ગટર ની ક્ષમતા ટુંકી હતી. આટલો  ર્ફક હતો આજની નગર વ્યવસ્થા અને રાજવી કાળ ની નગર રચના વચ્ચે.!
સમગ્ર દેશ માં  મફત અને ફરજીયાત કન્યા કેળવણી શરુ કરાવનારાં રાજવી સર ભગવત પ્રથમ હતા. તે સમય માં મહારાજા એ પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય બનાવ્યું હતું. મેટ્રીક પાસ થનારી કન્યાને રાજદરબારમાં બોલાવી રૂ.૫૦૦ આપી સન્માન કરવામાં આવતું હતું. કન્યા કેળવણી માં જે રીતે સર ભગવત પાયોનિયર હતા.એ રીતે રેલ્વે માં પણ ગોંડલ રાજ્ય પાયોનિયર હતુ.
સમગ્ર કાઠિયાવાડ નાં મધ્યભાગ માં પ્રથમ રેલ્વે સેવા શરૂ કરનાર ગોંડલ હતું.ઇ.સ.૧૯૩૫માં ગોંડલ રેલ્વે ઢસા થી જામજોધપુર સુધી ૧૦૬ માઇલ ની હતી.પોરબંદર નું રેલ્વે સ્ટેશન,રાજકોટનાં જંકશન ની માલીકી સર ભગવતસિહની હતી.
મહારાજા ભગવતસિહ બાંધકામ વિદ્યાનાં નિષ્ણાંત હતા.જેનાં ફલસ્વરુપ આજે પણ ગોંડલ માં બેનમુન ઇમારતો અડીખમ જોવાં મળે છે. વેનિસ (ઇટાલી)ની પાર્લામેન્ટની ઇમારતનાં નકશા પર થી બનાવેલી  સંગ્રામસિહજી હાઇસ્કૂલની ઇમારત આજે પણ એ વાતની ગવાહી આપી રહી છે.
દુનિયા ની કોઈ પણ ભાષાનાં ઉંતમ કોશ ની સરખામણી માં સર ભગવતે રચેલો શ્નભગવદ્ ગોમંડલઌઅદિત્ય શબ્દકોશ જ નહીં પણ ઉંતમ જ્ઞાનકોશ ગણાય છે.
     એ જમાનાં માં પાકિસ્તાન નાં સજઁક કાયદે આઝમ મહમદ અલી જિન્હા ની શાન સર ભગવતે ઠેકાણે પાડી હતી.જુનાગઢ,માંગરોળ થઇ જિન્હા ગોંડલ રાજ્ય ના ધોરાજી જવાનાં હતાં.પરંતુ કોમી તનાવ ને કારણે રાજ્ય માં કોમી એકતા પર ભય નાં સર્જાય તે માટે મહારાજા ભગવતસિહજી એ મક્કમતા દાખવી જિન્હા ને રાજ્ય ની સરહદ માં -વેશવા મંજુરી આપી નાં હતી. જિન્હા નાં અનેક ધમપછાડા બાદ પણ સર ભગવતસિહ મક્કમ રહેતાં વિલામોઢે જિન્હા પરત ફર્યા હતાં.
દેશ માં અનેક રજવાડાંઓ દ્વારા રાજ્યવ્યવસ્થા ચાલતી હતી.ત્યારે સાચી લોકશાહી અને ઉંતમોતમ વ્યવસ્થા દ્વારા સુશાસન ની પ્રતીતિ મહારાજા ભગવતસિહે કરાવી હતી શ્નપેરીસઌ જેવું ગોંડલ એ મહારાજાનું સ્વપ્ન હતું. વર્તમાન સાશન પદ્ઘતિ એ સ્વપ્ન ને સાકાર કરવાં સફળ રહી કે નિષ્ફળ ?
એ પ્રશ્નોને હાલ કોરાણે મુકીએ તો પણ સ્વપ્ન દર્ષ્ટા રાજવી સર ભગવતની નગર રચના આજે પણ બેનમુન અને અડીખમ બની એક ગૌરવંતા ઇતિહાસ ની ગવાહી આપી રહીછે.તેમાં શંકાને કોઈ સ્થાન નથી જ.

 

(10:48 am IST)