Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જસદણ નગરપાલિકાના પ્રમુખે જીએનએલયુના સુધારાને આવકાર્યુ : હવે નગરપાલિકામાં થશે સીધી ભરતી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૨૪ : જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ જીએનએલયુ સુધારાને આવકારી ગુજરાત રાજયની સરકારની એક વધું સિદ્ધિ ગણાવી હતી. ૧૪ મી વિધાનસભાના અંતિમ દિવસે ૬૦ વર્ષ જૂના ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં સુધારો થયો હતો. જેમા અગાઉ જે નગરપાલિકામાં ભરતી સેવાના જે નીતિ નિયમો હતાં જેમાં રાહત થઈ હોવાનું અનિતાબેન એ જણાવ્યું હતું હવે શહેરના નાગરીકો પાસેથી કોઈ વાંધા સૂચન માંગવામાં આવશે નહિ તેથી ભરતીમાં કોઈ વિલંબ નહી થાય શહેરી વિકાસ વિભાગની કોઈ મંજૂરી લેવાની મુકિત વગર માત્ર સરકાર નક્કી કરે તે રિક્રુટમેન્ટ રૂલ્સથી ભરતી થશે. આ સુધારો વિધાનસભામાં સર્વાનુમત્તે પસાર થતાં તેને આવકારી અનીતાબેને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વગેરેને અભિનંદન પાઠવ્યા હતા.

 

(12:16 pm IST)