Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર પંથકમાં જુગારના વધુ સાત દરોડાઃ ૪૧ ઝડપાયા, બે ફરાર

સાત દરોડામાં પોલીસ રોકડા, મોબાઈલ તથા કાર મળી કુલ ૪,૩૭,૪૨૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૬ :. શ્રાવણ માસમાં જુગારીઓ બેફામ છે તો પોલીસ પણ સક્રિય છે. જિલ્લામાં ગઈકાલે સાત દરોડામાં ૪૧ શખ્સોને રોકડ સહિતની મત્તા સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી છે.

ખંભાળિયાના કજુરડા ગામથી નાના માંઢા વચ્ચેના રોડ પર કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ખંભાળિયા પીઆઈ વી.વી. વાગડીયાની સૂચનાથી પોલીસ સ્ટાફના હેંમતભાઈ નંદાણીયા, વિરેન્દ્રસિંહ જાડેજા તથા યોગરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા આલા ઉર્ફે કાનો રામશી ચાવડા રહે. મોટા આસોટા, પરબત કારૂભાઈ ચાવડા રહે. આસોટા, રમેશ નારણભાઈ કરગીયા રહે. ગોકુલનગર જામનગર, જીતેન્દ્ર નરશીભાઈ ભોગાયતા રહે. મોટી ખોખરી, રાજા પબાભાઈ ડેર રહે. મોટી ખોખરી, બાબુ રાણા કનારા રહે. જૂની ફોટ વાળાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ ૩૯,૧૭૦ તથા મોબાઈલ નંગ ૬, કાર મળી કુલ રૂ. ૨,૬૧,૧૭૦નો મુદામાલ કબ્જે કરી ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન જામનગરનો દેવશી આહિર તથા મોટી ખોખરીનો હેંમત અરજણભાઈ નંદાણીયા ભાગી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

ખંભાળિયા પોલીસે રેલ્વે સ્ટેશન રોડ ગોજીયા એન્જીનીયરીંગ સામેની ગલીમાં રહેતા અબ્દુલ ઈબ્રાહીમ શેઠાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા અબ્દુલ ઈબ્રાહીમ શેઠા, ઈકબાલ રજાક સેતા, નૂરમામદ ઈસ્માઈલ ભગાડ, મહેમુદ હારૂનભાઈ ચાવડા, સુલતાન ઈસ્માઈલભાઈ ધાવડા, સંજયસિંહ પ્રતાપસિંહ જાડેજા, સબીર અયુબ ધાવડા, હુસેન મામદ ગજણ, સરાફત ફીરોજ બ્લોચને ઝડટી લઈ તેમની પાસે રહેલી રોકડ ૫૫,૭૦૦ તથા મોબાઈલ નંગ ૫ મળી કુલ ૯૨,૨૦૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.

ભાણવડના આંબલીયારા ગામે રહેતો અશ્વિન ઉર્ફે બકુલ મગનભાઈ લીંબડ પોતાની વાડીએ આવેલા મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ભાણવડ પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા અશ્વિન ઉર્ફે બકુલ મગનભાઈ લીંબડ, હસમુખ મારખીભાઈ કારેણા, કેતન ધાનાભાઈ કરથીયા, અશ્વિન છગનભાઈ મેઘનાથી, જગા દેવાભાઈ પીપરોતર, મુંજા મેરામણભાઈ પાથર, નથુ અરજણભાઈ પીપરોતરને રોકડ તથા મોબાઈલ મળ ી કુલ ૫૩,૪૦૦ની મત્તા સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ભાણવડ પોલીસે બીજા દરોડામાં હાઈસ્કૂલ ચોક પાસે જાહેરમાં પાના ટીંચતા શૈલેષ બાલુ સોલંકી, જગદીશ બાલુ સોલંકી, સુનિલ ભૂપત મકવાણા, મનસુખ મોહનભાઈ સોલંકીને રોકડા ૧૦૩૦ની મત્તા સાથે પકડી પાડયા હતા.

કલ્યાણપુર પોલીસે માળી ગામે આશાપુરા માતાજીના મંદિર પાસે જુગાર રમતા દેશુર દેરાજભાઈ જામ, હરીશ રાજાભાઈ કારીયા, લાખા ઘેલાભાઈ જામ, કરણા ગોગનભાઈ દેથરીયા, મનસુખ રામભાઈ નકુમ, ભરત ખેતાભાઈ જામ, નાગાર્જુન ખીમાભાઈ જામને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ ૧૨,૯૦૦ની મત્તા સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી છે. કલ્યાણપુર પોલીસે બીજા દરોડામાં ભાટીયા ગામે દરોડો પાડી જુગાર રમતા ધ્રુવરાજસિંહ ઉર્ફે રૂષિ હરદેવસિંહ સરવૈયા, મનદિપસિંહ સહદેવસિંહ સરવૈયા, દિગ્વીજયસિંહ ભરતસિંહ સરવૈયા, સહદેવસિંહ રામદેવસિંહ રેવર તમામને રોકડા ૧૨,૭૦૦ની મત્તા સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી છે. જ્યારે રાવલ ગામે સ્ટ્રીટલાઈટના અંજવાળે જુગાર રમતા મસરી હરીભાઈ વાઘેલા, માલદે ઘેલાભાઈ કાગડીયા, નિલેશ ઉર્ફે કનુ ભીમાભાઈ ગામી, નિલેશ ચનાભાઈ કાગડીયા તમામને રોકડા ૪૦૨૦ની મત્તા સાથે કલ્યાણપુર પોલીસે ઝડપી લીધા હતા.

(12:57 pm IST)