Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

જેતપુરના ભાદર સામાકાંઠા વિસ્તારમાંથી દારૂની બોટલો પર૮ સહિત રૂ.પ.પ૭ લાખના મુદામાલ સાથે ૧ ઝડપાયો ૪ ફરારઃ એલ.સી.બી.નો સપાટો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૬ : શહેરમાં તહેવાર આવતાની સાથેજ બુટલેગરો દારૂની માંગને પહોંચી વળવા સ્ટોક કરવા માંડે છે જે રેડ દરમ્યાન પોલીસ પકડી પાડે છે. પરંતુ ફરી નવો સ્ટોક આવી જાય છે. થોડા સમય પહેલા એ.એસ.પી.ની ટીમે દારૂનો મોટો જથ્થો પકડી પાડેલ બાદ કરી એલ.સી.બી.એ શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી આજે વ્હેલી સવારે પર૮ બોટલો ઇંગ્લીશદારૂની પકડી પાડેલ.

પ્રાપ્ત વિગત અનુસાર એલ.સી.બી.પી.આઇ. અજયસિંહ આર.ગોહીલ તથા સ્ટાફના એસ.જ.રાણા, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, નિલેષભાઇ ડાગર, શકિતસિંહ જાડેજા, દિવ્યેશભાઇ સુવા, કૌશીકભાઇ જોષી, આદિલભાઇ ખોખર સહિતના શહેરમાં પેટ્રોલીંગમાં ની કળેલ દરમ્યાન બાતમી મળેલ કે ભાદરના સામાકાંઠા જન મંગલ સોસાયટીમાં બાળવની કાંટની વાડ વીંગ ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોય જે આધારે એલ.સી.બી.એ જનમંગલ સોસાયટીમાં દારૂ અંગેની રેડ કરતા ત્યા ઇનોવા કાર પડેલ હોય પોલીસ ને જોતા ૪ શખ્સો નાસી છુટેલ એક શખ્સ વિક્રમ બહાદુરસિંહ પરમર (રહે. ફુલવાડી શેરી નં.ર) વાળો મળી આવેલ ત્યાં તપાસ કરતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ પર૮ કિ. રૂ. ૧,૮ર,૧૬૦ નો મળી આવતા પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલો ઇનોવાકાર નં. જી.જે ર૩.બી-૮૧૯૯ કિ. રૂ.૩ લાખ મોબાઇલ ૧ રૂ.પ૦૦ મોટર સાયકલ નંગ-૩ કિ. રૂ.૭પ હજારના મળી આવતા વિક્રમ પરમારને કુલરૂ. પ,૭પ, ૬૬૦ ના મુદામાલ  સાથેપકડી પાડી નાી છુટેલ શખ્સો અંગે પુછપરછ કરતા ઉદયવાળા (રહે.પીપળ લગ અમરેલી) સાગર સોંદરવા (રહે. ભાદર સામાકાંઠા) દિપક વિંઝુડા, પ્રકાશ પારધી, (રહે.બન્ને નરસગ ટેકરી) ના નામ આપતા એલ.સી.બી.એ તમામ  વિગતો શહેર પોલીસને શોપી આપતા શહેર પોલીસ પાચે શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી નાસી છુટેલ ૪ શખ્સોને પકડી પાડવા ચક્રોગતીમાન કર્યાછે.

(12:55 pm IST)