Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલબેન દેસાઇ કાલે જુનાગઢમાં

સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લેશે : અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાશે

જૂનાગઢ,તા.૨૬: રાષ્ટ્રીય મહિલા આયોગ, ન્યુ દિલ્હીના સભ્યશ્રી રાજુલબેન એલ. દેસાઈ તા. ૨૭ ના રોજ જૂનાગઢના એક દિવસના પ્રવાસે આવનાર છે. તેઓશ્રીના અધ્યક્ષસ્થાને તા. ૨૭ ના રોજ બપોરે ૧૨ કલાકે કલેકટર કચેરી ખાતે મહિલા કલ્યાણ સબંધી યોજનાઓ સબંધે જિલ્લા કલેકટર સહિતના અધિકારઓ સાથે સમીક્ષા બેઠક યોજાશે. ત્યારબાદ બપદરે ૨ કલાકે જૂનાગઢ સ્થિત જુની સિવિલ હોસ્પીટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લેશે. ત્યારબાદ ૨:૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે યોજાયેલા નારી શકિત સમારોહમાં સહભાગી થશે તેમ જૂનાગઢ મહિલા અને બાળ અધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.

(12:43 pm IST)