Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

મોરબીના યુવા ચેરમેન વિવિધ રસ્તાના કામ અન્વયે ધારાસભ્યને સાથે રાખી વિજયભાઇ અને નીતિનભાઇને રૂબરૂ મળ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૬ :  મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરિયા વિવિધ રોડ રસ્તાના કામો સબબ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ મળ્યા હતા.જે મુલાકાતમાં મોરબી તાલુકાના ગાળા-સાપર રોડનું નાળું રૂ ૩ કરોડના ખર્ચે પહોળું કરવા, વાદ્યપર બ્રીજના કામમાં વધુ નાલા મુકવા રજૂઆત કરાઈ હતી જે પ્રસંગે મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને ગાળાના યુવ ઉદ્યોગપતિ સતીષ બોપલીયા પણ ઉપસ્થિત હતા તેમજ નર્મદાની કેનાલોમાંથી મોરબી-માળિયાના ખેડૂતોના પાક વરસાદ ખેંચાતા બચાવી લેવા પાણી સમયસર ઉપલબ્ધ કરાવવા કરેલી રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો.અજયભાઇ લોરિયાએ શહીદોના પરિવારને કરેલી આર્થિક સહાય અને કોરોનામાં કરેલ સેવાથી બ્રિજેશભાઈએ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને વાકેફ કરતા બંને મહાનુભાવોએ અજયભાઈને અભિનંદન પાઠવ્યા હતા.

(11:32 am IST)