Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મિતાણા નજીક ડેમી-1 ડેમ માત્ર 6 કલાકમાં 60 ટકાથી વધુ ભરાયો: જળસપાટી 18 ફૂટે પહોંચી

કોટડા નાયાણી કણકોટ સહિતના ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદને પગલે 28000 ક્યુસેક પાણીની આવક

વાંકાનેરના કોટડા નાયાણી કણકોટ સણોસરા સહિતના ગામે અનરાધાર વરસાદ વરસતા નદી, નાળા, તળાવ છલકાઈ ગયા છે અને પ્રચંડ માત્રામાં પાણીનો આ પ્રવાહ મિતાણા નજીક આવેલ ડેમી-1 ડેમમાં ઠાલવાતા માત્ર 6 કલાકમાં જ ડેમ 60 ટકાથી વધુ ભરાઈ ગયો છે અને હાલમાં જલસપાટી 18 ફૂટે પહોંચી ગઈ છે.
સિંચાઈ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ડેમી-1 ડેમમાં ગઈ રાત્રે 28000 ક્યુસેક પાણીની જંગી અકલ્પનિય આવક ચાલુ હતી અને ભૂતકાળમાં પણ આ ડેમમાં આટલી વિપુલ જળરાશી આવી ન હોવાનું જણાવી રહ્યા છે.

(2:52 pm IST)