Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

લાલપર નજીક કપિરાજે દર્શન આપતા ભક્‍તો ભાવવિભોર

મોરબી : લાલપર ગામ પાસે આવેલ વિનય હેર ડ્રેસર પાસે હનુમાન જયંતિના પાવન દિવસે કપિરાજે દર્શન આપ્‍યા હતા કપિરાજ આવી ચડતા ભક્‍તો દર્શન માટે દોડી ગયા હતા. પાવન દિવસે મોરબીના લાલપર મુકામે વિનય હેર ડ્રેસર પાસે સવારમા જ અચાનક એક વાનરરાજે દર્શન દેતા લોકોમા જાણે સાક્ષાત હનુમાનજી મહારાજ પધારેલ હોય તેવુ કુતુહલ જોવા મળેલ તેમજ તેમને પ્રસાદ સ્‍વરૂપે કેરીનુ ભોજન કરાવેલ.

(1:44 pm IST)