Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

જેસર પંથકમાં મારામારીમાં ઘવાયેલા યુવાનનું હોસ્‍પિટલમાં મોતઃ બનાવ હત્‍યામાં પરિણમ્‍યો

ભાવનગર તા.૨૫: ભાવનગરના જેસર તાલુકાના વીરપર ગામે મારામારીમાં ઇજા પામેલ યુવાનનું મોત નિપજતા બનાવ હત્‍યામાં પરિણમ્‍યો  છે.

માહિતી મુજબ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વીરપર ગામે રહેતા જીતુભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ ને ગઈ તારીખ ૧૯ એપ્રિલના રોજ જેસર ગામે મારામારીમાં ઈજા થતાં હોસ્‍પિટલ ખસેડાયેલ થયા તેનું સારવાર દરમિયાન આજે મોત નિપજતા બનાવ હત્‍યા માં પરિણમ્‍યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાસા હેઠળ જેલ હવાલે

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમારડી ગામના બુટલેગર કાર્તિક ઉર્ફે કતારો રતિલાલ લકુમને પોલીસે જિલ્લા  મેજિસ્‍ટ્રેટના પાસા ના વોરંટ હેઠળ  ઝડપી લઇ સુરતની લાજપોર મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપેલ છે.

દારૂ ઝડપાયો

ભાવનગર શહેરના ડોડીયા વાસ આનંદ નગર વિસ્‍તારમાં રહેતા પ્રદીપ ઉર્ફે પપ્‍પુ હર્ષદભાઈ રાઠોડ ને પોલીસે તેના મકાનમાંથી વિદેશી દારૂની ૧૬ નંગ બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:09 pm IST)