Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ભાજપ વિરૂધ્‍ધ મતદાન અને ક્ષત્રિય અસ્‍મિતા ધર્મરથનું ચોટીલામાં ભવ્‍ય સ્‍વાગત

કમલ કા ફૂલ હમારી ભૂલ - જય ભવાની ભાજપ જવાની સહિતનાં નારા લગાવ્‍યા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૨૫: પરસોતમ રૂપાલાનાં નિવેદન બાદ સર્જાયેલ વિવાદની લડતનાં બીજા ભાગમાં ઝાલાવાડનાં ક્ષત્રિય સમાજના આસ્‍થાનાં કેન્‍દ્ર ધામા શક્‍તિધામથી ક્ષત્રિય અસ્‍મિતા અને ભાજપ વિરૂદ્ધ મતદાન માટે ક્ષાત્ર એકતા માટે નિકળેલ ધર્મરથ ગત મોડી સાંજે ચોટીલા આવી પહોચતા સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

હાલ સમગ્ર રાજ્‍યમાં ક્ષત્રિય સમાજમાં વિવાદાસ્‍પદ નિવેદનને લઈને રૂપાલા સામેનો વિરોધ ક્ષત્રિયોની માગણી નહીં સંતોષાતા ભાજપ પક્ષ પ્રચંડ બની રહેલ છે. યાત્રાધામ ચોટીલામાં મોડી સાંજે ભાજપ વિરોધમાં સમાજને જાગળતિ સાથે એકસુત્રે બાંધવા ધર્મરથ આવી પહોચેલ હતો થાનરોડ ખાતે ગીરાસદાર ક્ષત્રિયો અને કાઠી ક્ષત્રિય યુવાનો  દ્વારા ધર્મ રથનું ભવ્‍ય સ્‍વાગત જય ભવાની, ક્ષત્રિય એકતા અને ભાજપ વિરૂધ્‍ધનાં નારાબાજી સાથે કરવામાં આવેલ તેમજ રથ લઈને આવેલ સમાજનાં અગ્રણી કરણસિંહ ચાવડા, વિશુભા ઝાલાનું સ્‍વાગત સન્‍માન કર્યું હતું તેમજ બાઇક રેલી સ્‍વરૂપે રથને આગળ પ્રસ્‍થાન કરાવેલ હતું.

અંત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્‍દ્રનગર જિલ્લાનાં રાજકારણમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્‍વ રહેલ છે ત્‍યારે ધર્મરથ ફેરવી ક્ષત્રિય મતદારોને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે સમાજને એક તાતણે બાંધવા જીલ્લાનાં ક્ષત્રિયોથી પ્રભાવિત ગામોમાં ફેરવી વિરોધ વ્‍યકત કરાઇ રહેલ છે. સુરેન્‍દ્રનગર જીલ્લાનાં રાજકારણમાં ચોટીલા વિધાનસભા એપી સેન્‍ટર હોવાનું કહેવાય છે. જીલ્લાનાં રાજકારણમાં પણ છેલ્લા ઘણા સમયથી ચોટીલાનો દબદબો રહ્યો છે ત્‍યારે લોકસભાની હાલની પરિસ્‍થિતિ અનેક નેતાઓનાં અને કુનેહ માટે પરિક્ષા સમાન બની રહેલ હોવાની રાજકીય ચર્ચા છે

(12:04 pm IST)