Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મોરબી જિલ્લામાંથી નંબર પ્લેટ વગરના ૫ ડમ્પર અને ૧ આઈસર ઝડપાયા.

ટ્રાફિક શાખા દ્વારા સ્પેશિયલ વાહન ડ્રાઈવ યોજાઈ, નંબર પ્લેટ વગરના વાહનો વિરૂદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા SPની સૂચના

મોરબી જિલ્લામાં નંબર પ્લેટ વગર ચાલતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.  જેમાં  પાંચ ડમ્પર અને એક આઈસર એમ કુલ ૬ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા એસ. પી. સુબોધ ઓડેદરાની સૂચના મુજબ જિલ્લામાં નંબર પ્લેટ વગરની ગાડીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં ટ્રાફિક શાખા દ્વારા હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગ યોજાઇ હતી જે દરમિયાન રસ્તા પરથી નીકળેલા પાંચ ડમ્પર અને એક આઈસરને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં વાહનોને ડિટેઈન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:57 am IST)