Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત કચ્છ આવેલા સી.આર. પાટીલનું કચ્છ ભાજપ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત :નખત્રાણામાં કાર્યકર્તા સંમેલનમાં ભાજપ સંગઠનનને મજબુત બનાવવા ચર્ચા

( વિનોદ ગાલા દ્વારા)   ભુજ:: ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વાર કચ્છ આવનાર સી.આર. પાટીલનું કચ્છ ભાજપ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલને વિમાની મથકે જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે આવકાર આપ્યો હતો. તેમની સાથે પ્રદેશ મંત્રી કે.સી. પટેલ, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ ભાજપના વરિષ્ઠ આગેવાનો દિલીપ ત્રિવેદી, પંકજ મહેતા, ત્રીકમ આહીર, પૂર્વ સાંસદ પુનમબેન જાટ અને અન્ય આગેવાનો જોડાયા હતા. નિયત સમય કરતા થોડા મોડા પહોંચેલા શ્રી પાટીલ સીધા જ નખત્રાણા જવા રવાના થઈ ગયા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નખત્રાણા મધ્યે ઉમા ભવનમાં કચ્છ ભાજપના કાર્યકરોની સાથે સંગઠન સબંધિત ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપશે. કચ્છમાં અબડાસા વિધાનસભાની પેટા ચુંટણીનો જંગ છેડાયો છે. કોંગ્રેસની પરંપરાગત બેઠક ઉપર જીત મેળવવાનો ભાજપ સામે પડકાર છે ત્યારે પ્રદેશ પ્રમુખની કાર્યકરો સાથેની બેઠક ભારે સુચક મનાઈ રહી છે.

(3:45 pm IST)
  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 49,865 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,63,533 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,68,395 થયા:વધુ 61,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,75,273 રિકવર થયા :વધુ 567 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,18,559 થયો: access_time 1:30 am IST

  • સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો..નરેન્દ્રભાઈ : "મન કી બાત" કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે.. : તેમણે મનની વાત કરતા કહ્યું હતું કે સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો.. : વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું કે ખરીદી કરતી વખતે "વોકલ ફોર લોકલ"નો સંદેશ યાદ રાખો.. : નરેન્દ્રભાઈએ કહ્યું કે દશેરા એ સંકટ ઉપર વિજયની ઉજવણીનો ઉત્સવ છે.. access_time 2:21 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST