Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ધોરાજીમાં મેગા ડીમોલીશન

ધોરાજીમાં મેગા ડીમોલીશન

ધોરાજીઃ ધોરાજી શહેરમાં થયેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બહારપુરા વિસ્તારમાં ખ્વાજા સાહેબની દરગાહ  ગ્રાઉન્ડ અને જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડમાં થયેલ દબાણ દુર કરવામાં આવ્યું હતું. અંદાજીત ૧૦૦-૧૨૫ જેટલા પોલીસ સ્ટાફના વિશાળ કાફલા સાથે નગરપાલીકાએ દબાણ દુર કરવાની કામગીરી કરેલ હતી. મામલતદાર ચીફ ઓફીસર પીઆઇ, પીએસઆઇ સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. નવ હજાર વાર જેટલી જમીન પર મહાડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. (તસ્વીરઃ અહેવાલઃ ધમેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(11:37 am IST)