Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મોરબીમાં સપ્તાહ પૂર્વે દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપી મનોજ ઉર્ફે ટેટીયા સાવરકુંડલાથી ઝડપાયો

બાળકીને શોધવા પોલીસે સૌરાષ્ટ્રના વિવિધ સ્થળે ચલાવી હતી તપાસ: સાવરકુંડલાથી આરોપી ઝડપાયો : બાળકી મળી આવી

મોરબીમાં એક સપ્તાહ પૂર્વે કારખાનામાંથી દોઢ વર્ષની બાળકીનું એક ઇસમ અપહરણ કરી ગયો હોય જે બનાવને પગલે પોલીસની ટીમોએ તપાસ ચલાવી હતી સૌરાષ્ટ્રભરમાં તપાસ ચલાવતા અપહરણ કરનાર આરોપીને સાવરકુંડલાથી ઝડપી લેવાયો છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૮ ના રોજ લખધીરપુર રોડ પરના સોરીસો સિરામિક કારખાનામાં કામ કરતા મુકેશ ભુરીયાભાઈ બડોલે એમપી વાળાની દોઢ વર્ષની દીકરીને કારખાનામાં કામ કરતો મનોજ નામનો મજુર કોઈ અગમ્ય કારણોસર અપહરણ કરી ગયો હોય જે અંગે માતાએ પોલીસ ફરિયાદ ઓન્ન્ધાવી હતી જે ફરિયાદને પગલે મોરબી એલસીબી ટીમે અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી જેમાં મોરબી એલસીબી અને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીની અલગ અલગ ટીમોએ તપાસ ચાલવી હતી અને આરોપી તેમજ અપહૃત બાળકી મળી આવે તેવા સંભવિત સ્થળોએ સિરામિક કારખાનામાં કામ કરતા એમપીના મજૂરોની પૂછપરછ કરી હતી
મોરબીના જીઆઈડીસી ઉપરાંત ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જામનગર જીલ્લાના કાલાવડ સહિતના સ્થળોએ તપાસ ચલાવી હતી જેમાં બાતમી મળતા અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાં હોવાની બાતમીને પગલે ટીમે તપાસ કરી હતી જેમાં આરોપી મનોજ ઉર્ફે ટેટીયા કેલસિંગ મોહનીયા (ઉ.વ.૨૨) રહે એમપી વાળાને ઝડપી લઈને અપહૃત બાળકીને શોધી કાઢવામાં સફળતા મળી છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ વીબી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, એ ડી જાડેજા, રજનીભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા, ફૂલીબેન તરાર, નંદલાલ વરમોરા, વિક્રમભાઈ ફૂગસીયા, અશોકસિંહ ચુડાસમા, હરેશભાઈ સરવૈયા, સતીષ કાંજીયા અને રણવીરસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી

(9:21 pm IST)