Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કમોસમથી વરસાદને પગલે મહુવાની જમાદાર કેરીનો પાઠ સદંતર નિષ્‍ફળ જવાની ભીતિઃ મહુવામાં ર૦૦ થી ૩૦૦ આંબા વાડિયામાં જમાદાર કેરીના આંબા જોવા મળ્યા

- જમાદાર કેરીનો ભાવ 6 હજારથી 7 હજાર રૂપિયા બોલાય છે

મહુવાઃ મહુવાની જમાદાર કેરી ઘણી પ્રખ્યાત છે, પરંતુ કમોસમી વરસાદને કારણે જમાદાર કેરીનો પાક સદંતર નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે. તાજેતરમાં જ ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવ્યો હતો તેમજ માવઠા થયા હતા, તેના કારણે જમાદાર કેરીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની સંભાવના છે.

વાતાવરણમાં અવારનવાર આવતો પલટો અને પાનખરની અસરને કારણે જમાદાર કેરીનો પાક નિષ્ફળ ગયો છે. મહુવામાં આવેલી 200થી 300 આંબાવાડીઓમાં જમાદાર કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

આ આંબાવાડીના ઇજારદારો છ લાખથી લઈને 12થી 15 લાખ સુધીની રકમ ભરતા હોય છે, પરંતુ ગત સિઝનમાં તાઉતે વાવાઝોડાએ કેરીનો પાક નિષ્ફળ કર્યો હતો અને આ વર્ષે હવામાને કેરીનો પાક નિષ્ફળ ગયો છે. નિષ્ફળ જમાદાર કેરીના પાકના કારણે ઈજારેદાર તેમજ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આંબાવાડી માલિકના જણાવ્યા અનુસાર મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીનો જેટલી પ્રખ્યાત છે, તેના ભાવ પણ એટલા જ ઉંચા હોય છે. 20 કિલો જમાદાર કેરીનો ભાવ 6 હજારથી લઈને 7 હજાર રૂપિયા હોય છે, પરંતુ કમોસમી વરસાદને કારણે આ સિઝનમાં જમાદાર કેરી માર્કેટમાં આવે તેવા કોઈ જ એંધાણ નથી. જેથી આંબાવાડીના માલિકો અને ઈજારદારો સરકાર તરફથ આર્થિક સહાય મળે તેવી માગ કરી રહ્યા છે.

(11:28 pm IST)