Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પોરબંદર શહેર ખાતે અરબી સમુદ્રના કિનારે ઇન્દ્રેશ્વર મંદિરથી અસ્માવતી ધાર સુધી 12 કરોડના ખર્ચે વિકાશના કામોં ધમધમી રહ્યા છે

પોરબંદર શહેરમાં આવેલ અરબી સમુદ્રના કિનારે ઇન્દ્રેશ્વર મંદિરથી અસ્માવતી ઘાટ સુધી 12 કરોડ રૂપિયાની માતબર રકમે વિકાસના કામો ધમધમી રહ્યા છે. ઇન્દ્રેશ્વર મંદિરથી ઘાટ સુધી 750 મીટર લાંબો વોક્વે બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પોરબંદરમાં આખા વર્ષ દરમિયાન પર્યટકો આવતા હોય અને અહીં સારી સુવિધા નગરજનોને તથા પ્રવાસીઓને ઉપલબ્ધ થાય તેવા આશયથી સરકાર દ્વારા વિકાસના કામો થઈ રહ્યા છે.

દરિયા કિનારામાં વોકિંગ વે બનાવવાનું કામ થઈ રહ્યું છે. અહીં અસમાવતી ઘાટ તરફ જતા માર્ગ પર સમુદ્રના મોજા કિનારા સાથે અથડાવવાના કારણે ભેખડોનું ધોવાણ થતું હતું. જેથી મસ મોટા ટ્રેટા પોલની સુરક્ષા દિવાલો બનાવવામાં આવી છે. અને ખૂબ સુંદર વોકવે તૈયાર થઈ રહ્યો છે. દરિયાની ભેખડોનું ધોવાણ થતું અટકવાની સાથો સાથ પર્યટકો સહિત નગરજનોને વોકિંગ કરવા માટે સુંદર મજાની સગવડ ઉપલબ્ધ થશે.

પોરબંદર શહેરમાં આવેલ અરબી સમુદ્રના કિનારે ઇન્દ્રેશ્વર મંદિરથી અસ્માવતી ઘાટ સુધી 12 કરોડ રૂપિયાની માતબર રકમે વિકાસના કામો ધમધમી રહ્યા છે. ઇન્દ્રેશ્વર મંદિરથી ઘાટ સુધી 750 મીટર લાંબો વોક્વે બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

(10:14 pm IST)