Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ધારાસભ્ય પબુભા માણેક અને કલેકટરની ઉપસ્થિતિમાં દ્વારકા ખાતે મિટિંગ રાખવામાં આવેલ છે જેમાં રુક્મણીના વિવાહની ભવ્ય ઉજવણી કરાશે

દ્વારકા ખાતે કલેકટર તથા ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં માધવપુર ઘેડ મહોત્સવ 2023 અંતર્ગત મીટીંગ રાખવામાં આવેલ છે. જેમાં દ્વારકામાં રૂક્ષ્‍મણીજીના વિવાહની ભવ્ય ઉજવણી કરાશે કરવામાં આવશે.

જેનાં ભાગરૂપે આ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાની હોય. આ અંગે આયોજન માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકામાં પણ માધવપુરના મેળાના ઉત્સવની ઝલક જોવા મળશે માતાજી રૂક્ષ્‍મણીજીના દ્વારકાધીશ સંગે વિવાહ ઉત્સવની દ્વારકામાં પધરામણી ધામધૂમ પૂર્વક થાય તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.


ત્યારે આજે દ્વારકામાં વહીવટદાર કચેરી દ્વારકાધીશ મંદિર ખાતે આ ઉત્સવની ભવ્ય ઉજવણી થાય તે માટે આયોજન અંગે મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય પબુભા માણેક કલેકટર મુકેશ પંડ્યા પ્રાંત અધિકારી સહીત પૂજારી તેમજ સ્થાનિક વેપારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અને આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. દ્વારકામાં તા 30 થી તા 3 સુધી દ્વારકાધીશ મંદિર અને રૂક્ષ્‍મણી મંદિર શણગાર કરવામાં આવશે. તા 3 ના રોજ વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી થશે. જેમાં બહોળી સંખ્યામા ભક્તો અને પૂજારીઓ ઉપસ્થિત રહેશે.

(10:08 pm IST)