Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

નવી ગેંગ સક્રીયઃ શાળાએ જતાં અને શેરીઓમાં રમતા બાળકોના ફોટા- વિડીયો ઉતારે છે

ગોંડલમાં સુલતાનપુર ગામના સરપંચ દામજીભાઈ ગોંડલીયા કહે છે વાલીઓ અને ગ્રામજનો સતર્ક રહે, અજાણ્‍યા લોકો ઉપર શંકા જાય તો તુરત જાણ કરવી

રાજકોટઃ ગોંડલ તાલુકાના સુલતાનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિચીત્ર ઘટના જોવા મળે છે. શાળાઓની નજીક તેમજ શેરી- ગલીઓમાં રમતા બાળકોનો અમુક શખ્‍સો દ્વારા વિડીયો ઉતારવામાં આવે છે. આ શખ્‍સો બહારથી ગાડી લઈને આવતા હોવાનું ગામમાં ચર્ચાય છે.

આ મામલે સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચ દામજીભાઈ ગોંડલીયાએ એક વિડીયો થકી ગ્રામજનોને જણાવ્‍યું હતું કે ગામમાં સવારે વાલીઓ તેના બાળકોને શાળાએ મુકવા જાય ત્‍યારે ખાસ ધ્‍યાન રાખે બસ સ્‍ટોપ અને તેની આજુબાજુ તેમજ શાળા નજીક છેલ્લા કેટલાક દિવસોથી એક ગેંગ ફરી રહી છે. જે બાળકોને વિડીયો ઉતારે છે અને ફોટા પણ પાડે છે. આ બહારથી આવતી ગેંગ મનાય છે. જે આખા ગામમાં ફરે છે.જેથી બાળકોનું ખાસ ધ્‍યાન રાખવું. કોઈ અણ બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવી આવો કોઈપણ બનાવ કે બહારના કોઈ વ્‍યકિત ઉપર શંકા જાય તો તેને પકડી લેવો.

આ મામલે તંત્ર પણ ગંભીરતા લઈ યોગ્‍ય કરે તેવી ગ્રામવાસીઓએ માંગણી કરી છે.

(4:14 pm IST)