Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ધારાસભ્‍ય તરીકેનો પહેલો પગાર દિવ્‍યાંગો માટે અર્પણ કરતા તળાવીયા

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૨૫ : લાઠી - બાબરા - દામનગરનાં  ધારાસભ્‍ય  જનકભાઈ તળાવીયાએ એમના  સ્‍વ. પુનાભાઈ  તળાવીયાની દ્વિતીય પુણ્‍યતિથિ નિમિત્તે સુરત માનવ સેવાશ્રમ માં રોડ પરથી બિનવારસી મળેલા દિવ્‍યાંગજનો માટે પોતનો ધારાસભ્‍ય તરીકેનો પહેલો પગાર ત્‍યાં અર્પણ કર્યો અને તેઓને ત્રણ ટાઇમ ભોજન પણ કરાવ્‍યું.

જનકભાઈ તળાવીયા ધારાસભ્‍ય બન્‍યા એ પહેલેથી જ આ પ્રકારની સેવા પ્રવળત્તિ સતત કરતા આવ્‍યા છે. આજે જ્‍યારે તેઓ ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈને આવ્‍યા કે તરત જ પહેલો પગાર પણ આવા સેવા કાર્યમાં અર્પણ કરી સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું છે.  જનકભાઈ આવા અનેક કાર્યો કરતા રહેતા હોય છે, કોઈપણ  પ્રકારના સેવા ના કાર્ય માટે તેઓ 24X7 સતર્ક અને સક્રિય હોય છે, ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારા આવા અનેક સેવા કાર્યો માટે અનેકવાર પોતાના દ્વારા તન મન ધનથી સેવાઓ પૂરી પાડી હોય તેવા અનેક ઉદાહરણો સમાજ અને વિસ્‍તારમાં જોવા મળ્‍યા છે.

(1:28 pm IST)