Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ચિતલમાં ધો. ૧રની છાત્રાનુ બોર્ડની પરિક્ષા આપવા જતી વખતે હૃદયરોગના હુમલાથી મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. રપ :.. ચિતલમાં રહેતી ટવીંકલબેન નરેશભાઇ વાળા (ઉ.વ.૧૭) ધો. ૧ર માં અભ્‍યાસ કરતી હોય હાલ પરીક્ષા  ચાલુ હોવાથી તા. ર૩-૩ ના બપોરે પરીક્ષા આપવા તૈયાર થતી હોય. ત્‍યારે અચાનક ચકકર આવતા બેભાન થઇ પડી જતા દવાખાને લઇ જતા ફરજ પરના તબીબે હાર્ટ એટેકનો હૂમલો આવી જતા મૃત્‍યુ પામ્‍યાનું જાહેર કરેલ છે.

મૃત્‍યુ

ભાવનગરથી સોમનાથ જતા હતા ત્‍યારે કડીયાળી નજીક બાઇક જી. જે. ૦૪ ઇ. સી. ૮૦૬૩ સાથે ટ્રક નંબર જી.જે. ૧૪ એકસ ૧ર૮૭ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇકને હડફેટે લેતા ભાવનગરના જીતુભાઇ ધરમશીભાઇ સોલંકી ઉ.ર૪ તેમજ ધર્મેશભાઇને સામાન્‍ય તેમજ ફ્રેકચર જેવી ઇજા કરી મિત્ર વિપુલભાઇનું મૃત્‍યુ નિપજાવ્‍યાની મરીન પીપાવવા પોલીસ મકથમાં ફરીયાદ નોંધાવી છે.

અકસ્‍માત

અમરેલી ગુજકો મીલ પાછળ રહેતા શ્રધ્‍ધાબેન અજીતભાઇ બ્‍લોચ ઉ.૩૦ નો ભત્રીજો વિશાલભાઇ ઉ.વ.૧૯ સુરતમાં મજૂરી કામ કરવા માટે ઘરેથી બાઇક લઇને નિકળેલ ત્‍યારે રોડ ઉપર આવતા કોઇ અજાણ્‍યા આઇસર ટેમ્‍પોએ બાઇક સાથે ભટકાવી મોત નિપજાવી નાસી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આપઘાત

સાવરકુંડલામાં સરકારી અનાજના ગોડાઉન પાસે રહેતા તુષાર દિપકભાઇ મારૂ ઉ.વ.ર૭ કોઇ અગમ્‍ય કોણોસર ગળાફાંસો ખાઇ જતા મૃત્‍યુ નિપજયાનું જયોતિબેન મહેશભાઇ મકવાણાએ સાવરકુંડલા પોલીસમાં જાહેર કરેલ છે.

માર માર્યો

અમરેલી મારૂતી શો-રૂમ વલ્લભનગરમાં રહેતા એમપીના હાલ અમરેલી રહેતા દિનેશભાઇ સુરતાનભાઇ ભુરીયા ઉ.વ.૪૦ ને ઘરમાં  મોટી દિકરીઓ હોય અને તેમના ભાઇઓ ગાળો બોલી ઝગડો કરતા મોટી દિકરીએ ગાળો નહી બોલવાનું કહેતા સારૂ નહી લાગતા સના સુરતાનભાઇ, કલમ સુરતાનભાઇ ભુરીયાએ પથ્‍થરના ઘા મારી લાકડાના બડીયા વડે માર મારી નાકના ભાગે ફ્રેકચર કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:34 pm IST)