Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ખાંભાના આંબલીયાળા જંગલ વિડીમાં મળેલસ્ત્રી-પુરૂષનાં મૃતદેહની ઓળખ મેળવવા તપાસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રપ : અમરેલી ખાંભાના આંબલીયાળા જંગલ વિડી નજીકથી અજાણ્‍યા બેસ્ત્રી-પુરૂષની ડેડબોડીના અવશેષો મળી આવતા ખળભળાટ મચ્‍યો છે. વન વિભાગને જંગલની બોર્ડર નજીકથી આંબલીયાળાના જંગલની વિડી વિસ્‍તારમાં આજે અજાણ્‍યાસ્ત્રી-પુરુષના અવશેષો મળી આવતા પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી. ઘટના સ્‍થળેથી પોલીસને એક મોબાઇલ અને ત્રણ બોટલો પણ મળી આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ અને વનવિભાગે ઘટના સ્‍થળે જીણવટભરી તપાસ કરતા આ અવશેષો કોઇ અજાણ્‍યાસ્ત્રી-પુરૂષ હોવાનું અનુમાન થઇ રહયુ છે. આ બને ડેડ બોડીના અવશેષોને એફએસએલમાં મોકલવા અને તેના ડીએનએ ટેસ્‍ટ કરાવવા માટે ખાંભા પોલીસે તજવીજ હાથ ધરી છે.

માર માર્યો

અમરેલી મારૂતિ શો-રૂમ વલ્લભનગરમાં રહેતા એમપીના હાલ અમરેલી રહેતા દિનેશભાઇ સુરતાન ભુરીયા (ઉ.વ.૪૦) ને ઘરમાં મોટી દિકરીઓ હોય અને તેમના ભાઇઓ ગાળો બોલી ઝઘડો કરતા મોટી દિકરીએ ગાળો નહી બોલાવવાનું કહેતા સારૂ નહી લાગતા સના સુરતાનભાઇ, કલમ સુરતાનભાઇ ભુરીયાએ પથ્‍થરના ઘા મારી લાકડાના બડીયા વડે માર મારી નાકના ભાગે ફેકચર કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:25 pm IST)