Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

બેરાજા (પસાયા)નો ફરારી શખ્‍સ અમદાવાદના ગુન્‍હામાં ઝડપાયો

જામનગર તા. રપ : મહિલા પો.સ્‍ટે. (પુર્વ) એફ.આઇ.આર.નં. ૧૧૧૯ ૧૦૪૭રર૦૦પ૬/ર૦રર ઇ.પી.કો.કલમ ૩૭૦,૩૩૭૦ એ ૩૭૬(૩), ૩૭૬ (ર), (જે) (એન) ૧ર૦ બી તથા પોકસો એકટની કલમ ૩ એ, ,, (એલ) ૬,૮ તથા બાળ લગ્નધારા કલમ ૬,૧૦,૧૧ મુજબ ગુન્‍હામાં પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી રાજુભાઇ વલ્લભભાઇ કુનડીયા રહેવાસી બેરાજા વાળો બેરાજા (પસાયા) ગામે હાજર હોય જેથી તપાસ કરતા આરોપી મળી આવતા અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્‍ટેશન જાણ કરી જામનગર પંચ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ છ.ે

આ કામગીરી પેરોલ/ફર્લો સ્‍કવોડના પો.સ.ઇ. એલ.જે. મિયાત્રા, એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ તથા લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જોજા, હેડ કોન્‍સ. ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્‍સ. મહિપાલભાઇ સાદિયા, ધર્મેશભાઇ વૈષ્‍ણવ, હેડ કોન્‍સ અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. બળવંતસિંહ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:22 pm IST)