Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ધ્રોલના મોટા ઇટાળામાં પોષણ પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે નિદાન કેમ્‍પ

ધ્રોલઃ  આઝાદીના અમળત મહોત્‍સવ ઉજવણી અને પોષણ પખવાડિયાની ઊજવણીના ભાગરૂપે  આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર અને વિભાગીય નાયબ નિયામકશ્રી ની કચેરી રાજકોટના અને  જિલ્લા આયુર્વેદ  અધિકારીશ્રી,જિલ્લા પંચાયત,જામનગર ના માર્ગદર્શન હેઠળ અને આઇ.સી.ડી.એસ વિભાગ ધ્રોલના સહયોગ થી  સરકારી આયુર્વેદ દવાખાનું મોટા ઈટાળા તા.ધ્રોલ દ્વારા તારીખ ૨૩-૦૩-૨૦૨૩ ના રોજ  ધ્રોલ તાલુકાના માનસર ગામની આંગણવાડી ખાતે એનિમિયા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ જેમાં  સરકારી આયુર્વેદ દવાખાનું મોટા ઈટાળા તા.ધ્રોલ ના મેડીકલ ઓફિસર ડો.જે.પી. સોનગરા  દ્વારા કેમ્‍પમાં હાજરી આપી દર્દીઓનું નિદાન કરી આયુર્વેદ પદ્ધતિથી સારવાર આપેલ. આ  એનેમિયા કેમ્‍પ માં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ ની તપાસ કરી  પોષણક્ષમ દવાઓ આપવામાં આવી. તેમજ એનેમિયામાં શ્રીધાન્‍ય નું મહત્‍વ અંગે સમજાવવામાં આવ્‍યું.....આ ઉપરાંત માનસર ગામની આંગણવાડીઓના બાળકોના વજન અને ઊંચાઈ કરી અને કુપોષણ અંગેની તપાસ કરી  દરેક બાળકોને પોષણ વર્ધક  આયુર્વેદ દવા અને તેમના માતા-પિતાઓને શ્રી ધાન્‍યનો પોષણમાં મહત્‍વ અંગે સમજાવવામાં આવ્‍યું. આ નિદાન કેમ્‍પ માં ધ્રોલ સિડીપીઓ નર્મદાબેન થોરિયા, આંગણવાડી સુપરવાઈઝ શ્રી પાયલબેન, કો ઓરડીનેટર મહેબુબ ભાઈ અને માનસર  ગામની આંગણવાડી ના વર્કર બહેનોએ  સાથ સહકાર આપી કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો.(તસ્‍વીરઃ અહેવાલઃ સંજય ડાંગર, ધ્રોલ)

(1:21 pm IST)