Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વોચમેનની સિફટ બદલવાના સમયનો ગેરલાભ લઇને દેવભુમી દ્વારકા-જામનગર જીલ્લામાં પવનચક્કીના ટાવરોમાં ચોરી કરતા'તા

એલસીબી દેવભુમી દ્વારકા ટીમે ૬ ને ઝડપી લીધાઃ એકની શોધખોળ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૨૫: દેવભુમી દ્વારકા તથા  જામનગર જીલ્લાના વિસ્‍તારોમાં આવેલ પવનચક્કીના અનેક ટાવરોમાંથી કોપર વાયરો તથા ઓઇલની ચોરીઓ કરતી ગેંગને રૂા.૧,૬૮,૮પ૬ ના મુદામાલ સાથે એલસીબી દેવભુમી દ્વારકા ટીમે ૬ શખ્‍સોને ઝડપી લીધા છે. એક શખ્‍સને શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસે નવા જુમાભાઇ દેથા ઉ.વ.ર૭ હાલ રહે. વાડીનારધાર તા. ખંભાળીયા મુળ રહે. પીર લખાસર તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા રફીક ઉર્ફે રફલો અયુબભાઇ કાસમભાઇ સુંભણીયા ઉ.વ.૩પ રહે. વાડીનારધાર તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા ઇકબાલ મુસાભાઇ કાસમભાઇ સુંભણીયા ઉ.વ.ર૮ રહે. વાડીનાર તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા હારૂન ઉર્ફે કારા જુનસ જેડા ઉ.વ.૧૮ રહે. સિક્કા ગામ બોતી બંગલોની પાછળ તા.જી. જામનગર કાંતીલાલ  ઉર્ફે રાજુ પરબતભાઇ માંગરીયા ઉ.વ.૩ર રહે. હાલ વાડીનાર, તા. ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા મુળ રહે. મોટી મારડ ગામે, કૃષ્‍ણનગર સોસાયટી, તા., ધોરાજી જી. રાજકોટ. આમીન સુલેમાન ખફી ઉ.વ.૪૩ રહે. પીરલાખાસર ખાપરી વાડી વિસ્‍તાર તા.ખંભાળીયા જિ. દેવભુમી દ્વારકાને ઝડપી લીધેલ છે. મહેબુબ ઉર્ફે ડાડીયો રહે. વાડીનારની શોધખોળ હાથ ધરાઇ છે.

આરોપી નવાઝ જુમા દેથા અગાઉ ઘણા મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓમાં પકડાયેલ હોવાથી પોતે પોલીસ કાર્યવાહી તથા ગુન્‍હાના સ્‍થળની ભૌગોલીક સ્‍થિતિથી સારી રીતે વાકેફ છે. જેથી પોતે કોઇ પણ ગુન્‍હાને અંજામ આપતા અગાઉ  પોતાના સાગરીતો સાથે નિર્જન વિસ્‍તારમાં આવેલ પવન ચક્કીઓ વાળી જગ્‍યાઓની રેકી કરવામાં આવેલ આ રેકી દરમ્‍યાન પવનચક્કીઓ ઉપર રાખવામાં આવેલ વોચમેન/ગાર્ડની ગતી વિધિ જાણી મહતમ પ્રમાણે સાંજના ૮ થી ૧૦ વાગ્‍યાના સમયગાળા દરમ્‍યાન વોચમેનની સીફટ બદલતા સમયનો ગેરલાભ ઉઠાવી આ સમયે પોતાની ટોળકીના માણસો પૈકી બે જણા રસ્‍સી વડે પવન ચક્કીના થાંભલા ઉપર ચડી ઇલેકટ્રીક કરંટ પસાર થતા ન હોય તેવા અર્થીગ વાયરોને પોતાની પાસે રહેલ લોખંડની તણી વડે કાપી નીચે ઉભેલ અન્‍ય સાગરીતોને આપી દેશે સાથોસાથ આ સમયે અન્‍ય એક થી બે ઇસમો કંપનીના ગાર્ડની ગતિવિધિ જાણી તેની વોચ તપાસ કરતા રહે છે. સાથોસાથ પવનચક્કીના ટ્રાન્‍સફોર્મર ઉપર રસ્‍સી વડે ચડી ટન્‍સફોર્મરમાં રહેલ નટ બોલ ખોલી પ્‍લાસ્‍ટીકની નળી મારફતે કેરબામાંથી ઓઇલની ચોરીઓ પણ કરે છે.

આ કામગીરી રાજકોટ વિભાગના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચનાથી પો.ઇન્‍સ. કે.કે.ગોહીલ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી , એએસઆઇ મસરીભાઇ ભારવાડીયા, વિપુલભાઇ ડાંગર હે.કો. લાખાભાઇ પીંડારીયા, પો.કોન્‍સ. ગોવીંદભાઇ કરમુર, અરજણભાઇ આંબલીયા, મેહુલભાઇ રાઠોડ, સચીનભાઇ નકુમ, ભાણવડ પો.સ્‍ટે.ના એ.એસ.આઇ ભરતભાઇ ચાવડા, ટે.ઓ.સુનીલભાઇ કાંબરીયા, ડ્રા.એ.એસ.આઇ. ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા એલસીબી સ્‍ટાફે કરી છે.

 

 

 

(1:22 pm IST)