Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જામનગરની જેલમાં અઢી વાગ્‍યા સુધી ચાલ્‍યું ચેકિંગ, વ્‍યસનનો માલ સામાન પોલીસને હાથ લાગ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા), જામનગર, તા.૨૫: જામનગરની જિલ્લા જેલમાં સમગ્ર રાજ્‍યની સાથે ગઇ મોડીરાત્રે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. શુક્રવારે રાત્રે ૯ વાગ્‍યા આસપાસ એસ.પી. પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વરૂણ વસાવા, ગ્રામ્‍ય ડીવાયએસપી ડી.પી વાઘેલા ઉપરાંત સીટી એ,બી અને સી ડિવિઝનના પી.આઇ., PSI સહિતનો નો પોલીસ કાફલો તેમજ બોમ્‍બ અને ડોગ સ્‍કવોર્ડ પણ જિલ્લા જેલ ખાતે પહોંચી હતી. અને અવારનવાર જેલમાં મોબાઇલ મળી આવવા સહિતના પાસાઓને લઈને જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે ૨:૩૦ વાગ્‍યા સુધી આ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં કેટલાક કેદીઓના બેરેકમાંથી બીડી, બાકસ, તમાકુ જેવા વ્‍યસનનો માલ સામાન પોલીસના હાથે લાગ્‍યો હતો.

(1:23 pm IST)