Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ખંભાળીયામાં ધર્મસ્‍થાનોમાં ચોરીની ટેવવાળો શખ્‍સ લોખંડના ડેલા સાથે ઝડપાયા

ખંભાળીયા,તા. ૨૫ : પોલીસ સ્‍ટેશનમાં ‘એ' પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૪૨૩૦૩૪૨/૨૦૨૩ આઇ.પી.સી. ૩૭૯ મુજબનો ગુન્‍હો જાહેર થયેલ જેની વિગત મુજબ પોરબંદર રોડ, રેલ્‍વે ફાટકની આગળ આવેલ હજરત આશાબાપીરની દરગાહમાં આગળ લગાવેલ લોખંડના ડેલાની ચોરી થયેલ હોય જે અનુસંધાને ખંભાળીયા ઇ.ચા. પોલીસ ઇન્‍સપેકટર એન.એચ.જોષીએ માર્ગદર્શન આપેલ અને પેટ્રોલીંગ દરમ્‍યાન સર્વલન્‍સ સ્‍ટાફના પો.કોન્‍સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. કાનાભાઇ રાણાભાઇ લુણાને હકિકત આધારે શકિતનગર શીરૂતળાવ મોમાઇ માતાજીના મંદિર પાસે, ખંભાળીયા ખાતે આરોપીના રહેણાંક મકાનમાંથી આરોપીને ચોરી કરેલ મુદ્દામાલ લોખંડનો ડેલો કિં. રૂા. ૨૫૦૦ ના મુદ્દામાલ સાથે લક્ષ્મણભાઇ ભીખુભાઇ પરમાર (ઉવ. ૩૨) ધંધો મંજુરી ને પકડી એક લોખંડનો ડેલો કિ. રૂા. ૨૫૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

આ કામેના આરોપી રખડતા ભટકતા સમયે મંદિર/ મસ્‍જીદોમાં લોંખડ/ ભંગારની ચોરી કરવાનો અમો ધરાવે છે.

આ કામગીરી ઇ.ચા. પોલીસ ઇન્‍સપેકટર એન.એચ.જોષી, પો. હેડ કોન્‍સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, ખીમાભાઇ કેશુરભાઇ કરમુર, જયમીનભાઇ મહેન્‍દ્રસિંહ ડોડીયા, દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા, જેઠાભાઇ સોમાભાઇ પરમાર, વિરેન્‍દ્રસિંહ નટુભા જાડેજા, પો.કોન્‍સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, કાનાભાઇ રાણાભાઇ લુણા, દિનેશભાઇ ભીમાભાઇ ધોયકએ કરી હતી.

(1:19 pm IST)