Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જામનગરની જિલ્લા જેલમાં પણ સમગ્ર રાજ્‍યની સાથે મોડીરાત્રે સરપ્રાઈઝ ચેકિંગ : એસ.પી. પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં જીણવટ ભરી તપાસ

જામનગર : જામનગરની જિલ્લા જેલમાં સમગ્ર રાજ્‍યની સાથે કાલે મોડીરાત્રે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું.કાલે શુક્રવારે રાત્રે ૧૦:૦૦ વાગ્‍યા આસપાસ એસ.પી. પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વરૂણ વસાવા, ગ્રામ્‍ય ડીવાયએસપી ડી.પી વાઘેલા ઉપરાંત સીટી એ,બી અને સી ડિવિઝન નો પોલીસ કાફલો તેમજ બોમ્‍બ અને ડોગ સ્‍કવોર્ડ પણ જિલ્લા જેલ ખાતે પહોંચી હતી. અને અવારનવાર જેલમાં મોબાઇલ મળી આવવા સહિતના બાબતોને લઈને જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી ,તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:15 pm IST)