Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ગાંધીધામની ચોરીના ગુન્‍હામાં ફરાર આરોપીને મોરબી એસઓજીએ ઝડપી લીધો

માળીયામિંયાણાના જામસર ગામ પાસેથી દબોચી લઇ ગાંધીધામ પોલીસને હવાલે કર્યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૫:  ગાંધીધામમાં ચોરીને આંજમ આપીને ફરાર થયેલા શખ્‍સને મોરબી એસ.ઓ.જી. ટીમે માળીયા તાલુકાના જાજાસર ગામ નજીકથી ઝડપી લીધો હતો.

મોરબી એસ.ઓ.જી. ટીમના પી આઈ એમ પી પંડ્‍યા,ના માર્ગદર્શન હેઠળ સ્‍ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્‍ટાફના સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રાને બાતમી મળી હતી કે,ગાંધીધામ(પૂર્વ કચ્‍છ)માં ચોરી કરીને ફરાર થયેલો આરોપી મહેશ પરબતભાઇ પરમાર પોતાના ગામ જાજાસર ગામના ઝાપા પાસે આવેલ રામદેવપીરના મંદીર પાસે ઉભો હોવાનું બાતમીના આધારે તપાસ કરતા આરોપી મહેશ મળી આવતા તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી. પોલીસના એમ.પી.પંડ્‍યા, કે.આર.કેસરીયા, રણજીતભાઇ બાવડા, રસીકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

(1:31 pm IST)