Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જામનગરમાં ‘હું કવ તેમ તમારે કરવુ પડશે' તેમ કહી માર માર્યાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મુર્તુઝાભાઈ હકીમભાઈ દાઉદીયા, ઉ.વ.૪પ, રે. ગોમતીપુર, શ્રી શકિતસાંઈ બાબા મંદિરની સામે, બુરહાની ફેબીકેશન એ ફરીયાદ નોંધાવી છે કે, પોતે ઘરે હાજર ન હોય તે દરમ્‍યાન તેમનો દિકરો મુસ્‍તફા તેમના ઘરની બહાર બેસેલ હોય જેમને આરોપી ઈકબાલ બાઠીયો એ ઢીકાપાટુનો માર મારતા મુર્તુઝાભાઈએકહેલ કે મારા દિકરાને કેમ માર મારો છો તેમ કહેતા તમારે અહીં રહેવુ હોય તો હું કવ એમ તમારે કરવુ પડશે તેમ કહી ગાળો કાઢી ફરીયાદી મુર્તુઝાભાઈને લોખંડના પાઈપ વડે એક ઘા ડાબા હાથમા તથા બીજો ઘા પડખાના ભાગે મારી તથા આરોપી ઈકબાલ બાઠીયાના દિકરાએ  મુસ્‍તફાને ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઈજા પહોંચાડી ગુનો કરેલ છે.

મોટી ખાવડી ગામેથી શકમંદ ઝડપાયો

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. બ્રિજરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટી ખાવડી ગામે, રીલાયન્‍સ કંપનીના મટીરીયલ ગેઈટ પાસે આરોપી હરજીતસિંઘ વીરસીંઘ અંધારામા લુપાતો છુપાતો શંકાસ્‍પદ હાલતમાં ઝડપાઈ ગયેલ છે.

ફરજમાં રૂકાવટ કરી

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મયુરસિંહ કાનભા જાડેજા, ઉ.વ.ર૮, રે. ગાંધીનગર આશાપુરા મંદિરની બાજુમાં ફરીયાદી મયુરસિંહ ગ્રીનસીટી નગરસીમ સબ ડિવીઝનમાં ઈલેકટ્રીક આસીસન્‍ટ તરીકે તેની ફરજ પર હોય ત્‍યારે આરોપીઓ યોગ્નેશભાઈ રતીલાલભાઈ રાણપરીયા, રતીલાલભાઈ રાણપરીયા એ એક સંપ કરી આવી ફરીયાદી મયુરસિંહને સર્વીસ વાયર(વીજ કનેકશન) કાપવા બાબતે ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી મયુરસિંહને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી શરીરે ઈજા કરી ફરીયાદી મયુરસિંહને પોતાની કાયદેસરની ફરજ બજાવતા અટકાવી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સાયરથસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મોર્ડન પાન સામે આવેલ કૃષ્‍ણકોલોની તરફ જતા રોડ પર આરોપી ચીરાગ દિનેશભાઈ વિરાણી, મીતુલ ગંગદાસભાઈ વાટલીયા એ દારૂની બોટલ નંગ-૧, કિંમત પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

આંકડા લખતો શખ્‍સ ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રણછોડભાઈ છનાભાઈ શેખ એ ફરીયાદ નોંધાવી છે કે, ‘સતગુરૂ' સોસાયટી ચોકમાં સાત નાલા પાસે, નામ વગરની કેબીન પાસે આરોપી કિરીટસિંહ ભીખુભા રાઠોડ એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૭૩૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની ૧ર બોટલ ઝડપાઈ

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, નીલકમલ સોસાયટી શેરી નં.૩, જાગૃતીનગરમાં આરોપી હરપાલસિંહ રઘુવીરસિંહ જાડેજા એ પોતાના કબ્‍જાના મકાનમાં દારૂની બોટલ નંગ-૧ર, કિંમત રૂ.૬,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

(1:14 pm IST)