Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મોરબીમાં બાઇક હડફેટે મહિલાનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : મોરબીમાં  મધુવન સોસાયટીના નાકા પાસે બેકાબુ બાઈકે રોડ ક્રોસ કરતી મહિલાને હડફેટે  લેતા મોત થયાની ઘટના સામે આવી છે.મોરબીની આનંદનગર સોસાયટીમાં રહેતા હસ્‍તસિંહ ભારતસિંહ ઝાલાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે  તેમના પત્‍ની કમળાબા, હસ્‍તસિંહના મામાજીના દિકરા માટે દિકરી જોવા માટે ગયા હતા. મોરબી-ર મધુવન સોસાયટીના નાકા પાસે હનુમાનજીના મંદિર પાસે હાઇવે રોડ ઉપર કમળાબા ચાલીને જતાં હતા ત્‍યારે આરોપી  મોટર સાયકલના ચાલકે પુ૨ઝડપે તેનું વાહન પુર ઝડપે ચલાવી રોડ ક્રોસ કરતા કમળાબાને હડફેટે લીધા હતા જેમાં કમળાબાને ગંભીર ઈજા પહોચતા સારવાર માં ૧૦૮ મારફત ખસેડવામાં આવ્‍યા હોય જ્‍યાં તેનું મળત્‍યુ નીપજ્‍યું હતું તો બાઈક ચાલકને પણ ઈજા પહોચી હોવાની માહિતી મળી છે જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:10 pm IST)