Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વાંકાનેરના તીથવા પાસે કારમાં ચોરાઉ મનાતા કોપર વાયર સાથે એક પકડાયો

મોરબી એલસીબીએ કાર અને કોપર વાયર સહિત ૭ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો : ધ્રાંગધ્રા-મોરબીના શખ્‍સના નામે ખુલ્‍યા

તસ્‍વીરમાં પકડાયેલ કોપર વાયરનો જથ્‍થો એક કાર નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૫: વાંકાનેરના તીથવા ગામ નજીકથી પસાર થતી કાર શંકાસ્‍પદ લાગતા એલસીબી ટીમે રોકી તલાસી લેતા તેમાંથી કોપર વાયરનો જથ્‍થો મળી આવ્‍યો હોય જેથી મુદામાલ કબજે કરી કાર ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી ,મુજબ મોરબી એલસીબી પી આઈ ડી એમ ઢોલના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ કે જે ચૌહાણ અને પી એસ આઈ એન એચ ચુડાસમાની સુચનાથી એલસીબી ટીમના રામભાઈ મંઢ, નીરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાનાના તીથવા ગામ નજીક મારુતિ સુઝીકી કેરી ગાડી જીજે ૩૬ વી ૦૮૮૨ માં પ્‍લાસ્‍ટિકના ૧૯ બાચકા કોયર વાયર લઇ કાર ચાલક નીકળતા જેની પુછપરછ કરતા સંતોષકારક જવાબ ના મળતા કાર ચાલક અકબર અલીભાઈ ભોરણીયા રહે-તીથવા ગામ વાળાની અટક કરી કોયર વાયર ૧૧૦૦ કિલો ગ્રામ કીમત રૂ.૫,૫૦,૦૦૦ અને કાર કીમત રૂ.૭,૦૦,૦૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો ધ્રાંગધ્રાના રહેવાસી હસુભાઈ અને રાજકોટના રહેવાસી ચંદ્રેશભાઈ કંસારાનું નામ ખુલતા તેની સામે કાયદેસરની કાર્યવાહી એલસીબી ટીમે હાથ ધરી છે.

 

 

(1:10 pm IST)