Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જામનગરમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિતે ત્રિદિવસીય થિયેટર ફેસ્‍ટીવલ-ર૦ર૩ યોજાશે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.રપ : ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત જીલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગર સંચાલિત વિશ્વ રંગભુમિ દિવસની ઉજવણી નિમિતે જામનગરમાં પ્રથમવાર ત્રિદિવસીય થિયેટર ફેસ્‍ટીવલ-ર૦ર૩નું આયોજન કરવામાં આવેલ છે.

તા.ર૬,ર૭, ર૮, દરમિયાન દરરોજ રાત્રે ૯ કલાકે ધનવંતરી ઓડીટોરીયમ જામનગર ખાતે યોજાનાર છે. જેમાં પ્રથમ દિવસે થીયેટર પીપલ્‍સ જામનગર દ્વારા (૧) જય વિઠલાણી દિગ્‍દર્શિત અસ્‍તોમાં સદગમય (ર) રોહિત હરિયાણી દિગ્‍દર્શિત મેરી ગો રાઉન્‍ડ તથા (૩) રોહિત હરિયાણી દિગ્‍દર્શિત અફલાતુન નામના નાટકો દ્વિતીય દિવસે અદિતિ દેસાઇ દિગ્‍દર્શિત અકુપાર (ગુજરાતી મંચ ઉપર જીવતું થતુ ગીરનું જંગલ) નામના નાટકો ત્રીજા દિવસે વિજય લીંબાચીયા દિગ્‍દર્શિત લો અમે તો ચાલ્‍યા પ્રસ્‍તુત થશે. જેમાં જામનગર જાહેર જનતાને વિનામૂલ્‍યે નિહાળવા આમંત્રણ પાઠવાયુ છે.

અસતોમાં સદગમય

લેખક : મિહિર રાજડા, દિગ્‍દર્શક : રોહિત હરયિાણી છે. બે સગાભાઇઓ જે એક બાળક દિવ્‍યાંગ બાળક કે તેઓના માતા પિતાના મૃત્‍યુ બાદ બંનેના આગળના જીવનમાં શું થશે તે બળત બંનેના વિચારો તથા બંનેના સબંધોમાં રહેલા સમસ્‍યા દર્શાવતું નાટક તથા દિવ્‍યાગ બાળકને પ્રોત્‍સાહન.

મેરી ગો રાઉન્‍ડ

લેખક : હેમંત જોગણી, દિગ્‍દર્શક : રોહિત હરિયાણી છે. રીટાયર્ડ આર્મી ઓફિસર તથા રીટાયર્ડ ટીચર પત્‍ની આ બંને વૃધ્‍ધ દંપતીના જીવનમાં ફરવા જવાને લઇ જઇએ થતી મીઠી માથાકુટ તથા તેમની માથાકુટમાં આડોશપાડોશની થતી હેરાનગતિ દર્શાવતુ હસતુ રમતુ નાટક ફરવા જવાના સ્‍થળને લઇને બંને લોકો પોત પોતાની પસંદગીના સ્‍થળ માટે એકબીજાને મનાવે છે તેવું સુંદર હાસ્‍યની સાથે સબંધોની સંતાકૂકડી કરતુ નાટક મેરી ગો રાઉન્‍ડ

અફલાતુન

લેખક : પ્રો. જયોતિ વૈદ્ય, દિગ્‍દર્શક : રોહિત હરિયાણી છે બે જીગર જાન મિત્રો કિશન અને સ્‍માન બંનેના સબંધોમાં થતા તાણા વાણાને દર્શાવતુ નાટક છે. એક મિત્ર અગલા જતા એક બીજી જ દુનિયામાં પહોંચી જાય છે.

(1:08 pm IST)