Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મહેતા યુનિવર્સિટીની સેમેસ્‍ટર-૬ની પરીક્ષાના ૭ કોપીકેસ

જૂનાગઢ,તા. ૨૫ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા વિવિધ ૬૯ કેન્‍દ્રો ઉપર સેમેસ્‍ટર-૬ની રેગ્‍યુલર તથા એકસટર્નલ અને સેમેસ્‍ટર -૫ (પુરક)ની પરીક્ષાના બીજા દિવસે બી.એ., બી.એ.(હોમ સાયન્‍સ), બી. કોમ, બી.એસસી, બી.એસસી (હોમ સાયન્‍સ), બી.બી.એ., બી.સી.એ., બી.એસ.સી. (ફોરેન્‍સિક સાયન્‍સ), બી.એસસી (આઇ.ટી.), બી.એસ.ડબલ્‍યુ, બી.આર.એસ, એલએલ.સી.ની પરીક્ષામાં કુલ ૨૪૮૬૨ વિદ્યાર્થીઓ વિવ્‍ભિ કોલેજોમાં નોંધાયા છે.

બીજા દિવસના અંતે જૂનાગઢ ખાતે બે, કેશોદ ખાતે બે, કોડીનાર ખાતે એક, ખોરાસા ખાતે એક તથા પોરબંદર ખાતે એક મળીને કુલ સાત કોપીકેસ નોંધાયા હતા. કોપીકેસ કરાયેલ વિષયોમાં અંગ્રેજી, કેમેસ્‍ટ્રી, ઇકોનોમિકસ અને ગુજરાતીનો સમાવેશ થાય છે. વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ઉપર અનુભવી પ્રાધ્‍યાપકોની સ્‍કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

(1:20 pm IST)