Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે કાલે ગિરનાર સાહિત્‍ય ઉત્‍સવ યોજાશે

નરસૈયાની ભૂમિમાં પ્રથમ વખત સાહિત્‍ય અકાદમી દ્વારા સાહિત્‍ય પ્રસ્‍તુતિનો કાર્યક્રમ

જૂનાગઢ તા.૨૫ : જૂનાગઢ એટલે આદિ કવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ. જૂનાગઢમાં સાહિત્‍યકારોને પદ્મ શ્રી કવિ દાદ, શ્‍યામ સાધુ, મનોજ ખંડેરીયાની યાદ આવે. જૂનાગઢ એટલે સાક્ષરોની નગરી.ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરિયમ હોલ ખાતે તા.૨૫ અને ૨૬ માર્ચના રોજ ગિરનાર સાહિત્‍ય ઉત્‍સવ યોજાનાર છે.

ગુજરાત સાહિત્‍ય અકાદમીના મહામાત્ર ડો.જ્‍યેન્‍દ્રસિંહ જાદવે મીડિયા કર્મીઓને સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા તા.૨૫ અને ૨૬ માર્ચના રોજ જૂનાગઢ ખાતે ગિરનાર સાહિત્‍ય ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, મોટા શહેરોમાં સાહિત્‍યની પ્રવળતિ વધુ પ્રમાણમાં થતી હોય છે. પરંતુ મધ્‍યમ કક્ષાના શહેરોમાં આ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોતા નથી. ત્‍યારે નાના શહેરોમાં પણ આ સાહિત્‍ય નવી પેઢી સુધી પહોંચે અને સાહિત્‍યનો આ સ્‍વાદ માણે એ માટે ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા પ્રથમ વખત જૂનાગઢમાં બે દિવસીય સાહિત્‍ય ઉત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં પ્રથમ દિવસે સવારે ૧૦ થી ૧૧ કલાક ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાશે. જેમાં જૂનાગઢ ધારાસભ્‍ય સંજયભાઇ કોરડિયા, ગુજરાત સાહિત્‍ય અકાદમી અધ્‍યક્ષ  ભાગ્‍યેશ જ્‍હા, ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી.ચોવટીયા, રૂપાયતના ટ્રસ્‍ટી શ્રી હેમંત નાણાવટી, ગુજરાત સાહિત્‍ય અકાદમીના મહામાત્ર ડો.જયેન્‍દ્રસિંહ જાદવ, સંચાલન ડો.નિસર્ગ આહીર, સવારે ૧૧-૩૦થી ૧ કલાકે ભણે નરસૈયો નરસિંહ સ્‍મરણ(ઓડીટોરિયમ-૧) વિષય પર શ્રી બળવંત જાની, શ્રી રમેશ મહેતા, નાણાવટી બ્રધર્સ-નરસિંહ સ્‍મરણ વંદના સંચાલન ડો.રૂપલ માંકડ, બપોરે ત્રણથી પાંચ કલાક ગિરનારના ગેબી અવાજો (ઓડિટોરિયમ-૧) વિષય પર નીતિન વડગામા- મનોજ ખંડેરીયા વિશે, સંજુવાળા-શ્‍યામ સાધુ વિશે, રાજેન્‍દ્ર શુક્‍લ, ઉર્વીશ વસાવડા, સંચાલન ડો.નિસર્ગ આહિર, બપોરે ૩ થી ૫ કલાકે વાર્તા રે વાર્તા, ગુજરાતી બાળસાહિત્‍ય વાર્તાઓ (વેન્‍યુ-૨)માં ડો.રક્ષાબેન દવે ગીરીમા-ઘારેખાન, સંચાલન પારુલ બારોટ, બપોરે ૫ થી ૬-૩૦ કલાકે અમળત ગાથા, અમળતગાન (સ્‍વાધીનતા સંગ્રામના શૂરવીરો) (ઓડિટોરિયમ-૧)માં ડો.વિશાલ જોશી-અમળત ગાથા, અભેસિંહ રાઠોડ અને વળંદ-અમળતગાન, સાંજે ૬-૩૦ થી ૮ કલાકે કાવ્‍યાંયન (કવિ સંમેલન) (વેન્‍યુ-૨) રાજેન્‍દ્ર શુક્‍લ-અધ્‍યક્ષ, વીરૂ પુરોહિત, નીતિન વડગામા, ઉર્વીશ વસાવડા, એસ.એસ રાહી, અશોક ચાવડા નેહા પુરોહિત, સાંજે ૮-૩૦ થી ૧૦-૩૦ કલાકે રંગમંચનું રજવાડું (ઓડીટોરિયમ-૧)પદ્મશ્રી સરિતા જોશી-સંતુ રંગીલી અને એકોક્‍તિઓ, અકૂપાર-લેખન ધ્રુવ ભટ્ટ, દિગ્‍દર્શક અદિતિ દેસાઈ પ્રસ્‍તુતિ રજૂ કરશે.

 જ્‍યારે બીજા દિવસે તા.૨૬ માર્ચના રોજ સવારે ૧૦ થી ૧૧-૩૦ કલાકે લોકસાહિત્‍યનો રણકાર, સંત સાહિત્‍યનો ઝબકાર(ઓડીટોરિયમ-૧)વિષય પર  નિરંજન રાજગુરુ, નાથાલાલ ગોહિલ, મનોજ રાવલ, સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ કલાકે ટેરવે ઉગ્‍યું આકાશ (મહિલા સાહિત્‍યકારોની કેફિયત) વિષય પર  લત્તા હિરાણી, મીનાક્ષી ચંદારાણા, સુ.શ્રી.રક્ષા શુક્‍લ, હર્ષિદા ત્રિવેદી, સુ.શ્રી.નિશા નાણાવટી, બપોરે ૧૨-૩૦ થી ૧-૩૦ કલાકે મડિયા રાજા-મડિયા શતાબ્‍દી નિમિત્તે વાંચી કમ (ઓડિટોરિયમ-૧) ખાતે આરજે દેવકી,અદિતી દેસાઈ, ગૌરાંગ આનંદ, હિરેન પટેલ,  જીગર બગરીયા, બપોરે ૨ થી ૩ કલાકે ગીત મજાના ગાશું (બાળકો માટે) શ્રીકળષ્‍ણ દવે, કિરીટ ગોસ્‍વામી, સંચાલન પાર્થ ખાચર, બપોરે ૩ થી ૪-૩૦ કલાકે બે જણા દિલથી મળે, ચાંદ પરોસા હે, ગુલઝારને ગીત કવિતા વિષય પર મિલિંદ ગઢવી, ગાથા પોટા,  ધૈર્ય રાજપરા, ફિરદૌસ દેખૈયા, સમીર પત્રાવાલા, બપોરે ૫ થી ૬-૩૦  કલાકે સમાન ભાષણ-સાહિત્‍યની આજ અને આવતીકાલ પર સત્ર યોજાશે

(1:22 pm IST)