Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કેશોદમાં વળધ્‍ધને ઠોકર મારી મોત નિપજાવનાર ટ્રક ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૫: જુનાગઢ તરફ આવેલ રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ બાયપાસ ચોકડીએ સાયકલ સવાર અરજણભાઈ અરભમભાઈ કડછાને ઠોકર મારતાં કેશોદ સબ ડિસ્‍ટ્રીકટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં ત્‍યારે સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું. કેશોદ પોલીસ સ્‍ટેશનમાં અકસ્‍માતમાં મળત્‍યુ પામેલા નાં જમાઈ કેશુભાઈ નથુભાઈ આંત્રોલીયા રહેવાસી મધુવન પાર્ક માંગરોળ રોડ દ્વારા ટ્રક રજી નંબર GJ ૧૨ BX ૯૦૨૨ ની બેફીકરાયથી અને પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવી અરજણભાઇ અરભયભાઇ કડછા નાઓ સાયકલ લઇને જતા હતા ત્‍યારે હડફેટે લઇ રોડ ઉપર પાડી દઇ શરીરે ગંભીર ઇજાઓ કરી અકસ્‍માત કરી સારવાર દરમ્‍યાન મોત નિપજાવેલ હોય ગુનો નોંધી કાયદેસરની તપાસ કેશોદ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર કે.જે.પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેશોદના અગતરાય બાયપાસ પાસે ટ્રક હડફેટમાં ઈજાગ્રસ્‍ત હાલતમાં સારવાર દરમ્‍યાન મળત્‍યુ પામેલા અરજણભાઈ અરભમભાઈ કડછા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ ખાનગી શાળા માં નોકરી કરતાં હતાં ત્‍યારે આકસ્‍મિક ઘટના બનતાં પરિવારજનો શોકાતુર બની ગયા છે

(1:03 pm IST)