Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પોરબંદર નગરપાલિકા જનરલ બોર્ડના નિયમોમાં ફેરફાર સામે દિલીપભાઈ મશરૂની વાંધા અરજી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૫ : નગરપાલિકા સામાન્‍ય સભા જનરલ બોર્ડના નવ જેટલા નિયમોમાં ફેરફાર કરવા સામે સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરુએ પાલિકાના ચીફ ઓફિસરને વાંધા અરજી મોકલી આપી છે.

નગરપાલિકા સામાન્‍ય સભાના અલગ અલગ જે પૈકીના નવ જેટલા નિયમોમાં ફેરફાર કરવાની જાહેર સૂચના દૈનિક પત્રોમાં બહાર પાડવામાં આવી છે. નવ જેટલા નિયમો જેની સામે જાહેર જનતાના હિતમાં અને જાહેર જનતા વતી સખત વિરોધ માટે પોરબંદરના તમામ નાના-મોટા વેપાર ધંધાને સખત મંદી અને કોરોના બાદ ભરખી ગઈ છે નવા નવા મોલ ઉભા થવા લાગ્‍યા છે તેમજ પોરબંદરનો જીવાદોરી સામાન મત્‍સ્‍યોદ્યોગ સંયુક્‍ત પાયમાલીના પંથે ધકેલાઈ ગયો છે અને રોજ પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલાના ભાવ તેમજ જીએસટીના વેરા સહિત નાની માટે ચીજ વસ્‍તુઓમાં અને શિક્ષણ ખૂબ મોંઘુ બની ગયું છે અને પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો નથી જે સ્‍થાનિક પોરબંદરના લોકોને રોજગારી પૂરી પાડી શકે તેમ દિલીપભાઇ મશરૂએ વાંધા અરજીમાં જણાવ્‍યું છે.

(1:02 pm IST)