Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વિસાવદર હનુમાનપરા પ્રા. શાળા ખાતે નિબંધ-લેખન-વકતૃત્‍વ સ્‍પર્ધા યોજાઇ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૫:વિસાવદર  લાયન્‍સ કલબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રિકટ ચેરપર્સન ભાસ્‍કરભાઈ જોશીની ઉમદા પ્રેરણા સાથે લાયન્‍સ પ્રેસિડન્‍ટ ચંદ્રકાંત ખુહા, સેક્રેટરી રમણીકભાઈ ગોહેલ તેમજ ટ્રેઝરર ભાવેશભાઈ પદમાણીના સંયુક્‍ત માર્ગદર્શન હેઠળ વિસાવદર શહેરની હનુમાનપરા પ્રાથમિક શાળા ખાતે  ૅવિશ્વ જળ દિવસૅ અંતર્ગત નિબંધ લેખન, વકતળત્‍વ તેમજ ચિત્ર સહિતની સ્‍પર્ધાઓ યોજવામાં આવેલ. દરેક સ્‍પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તળતિય સ્‍થાન પ્રાપ્ત કરનાર દરેક સ્‍પર્ધકને સેક્રેટરી ગોહેલના આર્થિક સહયોગ થી મોમેન્‍ટ ( શિલ્‍ડ) તેમજ પ્રમાણપત્ર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવેલ.કાર્યક્રમમા શાળાના રજનીકાંત સુવાગિયા, ધીરજલાલ દાણીધારીયા, ધર્મિષ્ઠાબેન સાબલપરા, ભુમાબેન ભટ્ટ તેમજ હેતલબેન ડોડીયા સહિતનો શાળા પરિવાર ઉપસ્‍થિત રહેલ સાથે દરેક સ્‍પર્ધામાં માર્ગદર્શક તરીકે ફરજ બજાવનાર શિક્ષક ભાઈ- બહેનોને લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા સન્‍માનપત્ર એનાયત કરવામા આવ્‍યા હતા.

વિશ્વ ટી.બી. દિવસે આરોગ્‍ય જાગળતિ સેમિનાર યોજાયો

વિશ્વ ટી.બી.દિવસે વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ-માંડાવડ ખાતે આરોગ્‍ય શાખા-વિસાવદરના ઉપક્રમે ટી.બી.અંગેનો સેમિનાર યોજાયો હતો.જેમાં હેલ્‍થ ડિપાર્ટમેન્‍ટના કમૅચારીઓ લલિત ડાંડ,દેવાંગ નિમાવત અને અસ્‍મિતાબેન કાતરીયાએ બાળકોને ટી.બી.રોગ અંગે વિસ્‍તળત માહિતી તેમજ આરોગ્‍ય અંગેની મહત્‍વની માહિતી આપી હતી.તેમજ સ્‍વસ્‍થતા વિશે સમજાવટ અને તેમજ આ દિવસે વકળત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું.જેમાં રીબડીયા પલક,કાછડીયા ગ્રંથ અને સુખડીયા જેન્‍સી એ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ.પ્રિન્‍સિપાલ પ્રફૂલ વાડદોરીયા તથા શાળાના સ્‍ટાફ ભાઈ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી જે.કે.ઠેસિયાએ કાયૅક્રમની સફળતા માટે અભિનંદન આપ્‍યા હતા.

આંગણવાડીના બાળકોને નાસ્‍તો અપાયો

લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રિકટ ચેરપર્સન ભાસ્‍કરભાઈ જોશી ની ઉમદા પ્રેરણા તેમજ પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા, સેક્રેટરી રમણીકભાઈ ગોહેલ તેમજ ટ્રેઝરર ભાવેશભાઈ પદમાણીના માર્ગદર્શન હેઠળ વિસાવદર શહેરની બસ સ્‍ટેશન પાસે આવેલ આંગણવાડી નં ૧૭ ના બાળદેવોને નાસ્‍તો આપવામાં આવ્‍યો હતો.

(1:00 pm IST)