Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પોરબંદરના રાણાવડવાળામાં પૂ. ગિરિબાપુની શિવકથાની તૈયારીઓ : હજારો લોકો બેસી શકે તેવો મંડપ

પ્રસાદી માટે ૧ર મોટા ચુલા : પપ વિધા જમીન ઉપર શિવકથા આયોજન : ૩૦૦ થી વધુ સ્‍વયંસેવકો જોડાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રપ :  રાણાવડવાળામાં રામનવમી તા. ૩૦ મી શરૂ થનાર પૂ. ગિરીબાપુના વ્‍યાસાસને યોજાનાર શિવકથા માટે તડામાર તૈયારી શરૂ થઇ ગયેલ.

પોરબંદર જિલ્લાનાં રાણા વડવાળા ખાતે પુ.ગીરીબાપુનાં મુખે શિવકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે રામ નવમીનાં ૩૦ માર્ચથી શિવકથાનો પ્રારંભ થશે. તેમની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પપ વીઘા જમીન ઉપર શિવકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. હજારોની સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ કથાનું શ્રવણ કરવા માટે ઉમટી પડશે આ શ્રધ્‍ધાળુઓ માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

કથામાં દિપકભાઈ જમનભાઈ ઓડેદરાનાં યજમાન પદે શિવકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. દિપકભાઈ તેમની  દિકરી મનસ્‍વીને જન્‍મદિવસે શિવકથાની ભેટ આપી છે.

રાણાવાવ પંથકમાં સૌપ્રથમ વખત પુ.ગીરીબાપુની શિવકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેને લઈને શ્રધ્‍ધાળુઓમાં પણ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. તા.૩૦ માર્ચથી ૦૭ એપ્રિલ સુધી રાણા વડવાળાનાં સિધ્‍ધેશ્વર ફાર્મ હાઉસ ખાતે શિવકથાનું આયોજન કરાયું છે. કથાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.૧પ થી ર૦ હજાર જેટલા લોકો કથાનું શ્રવણ કરી શકે તે પ્રકારનો કથા મંડપ તૈયાર કરવામાં આવ્‍યો છે.

કથા દરમ્‍યાન શ્રધ્‍ધાળુઓ માટે પ્રસાદીનું  આયોજન અલગ કરવામાં આવ્‍યું છે. પ્રસાદી માટે પણ સમીયાણો તૈયાર કરાયો છે. પ્રસાદી માટે ૧ર જેટલા મોટા ચુલા તૈયાર કરવામાં આવ્‍યા છે. વાસણ માંજવા માટે વિશાળ જગ્‍યા અને બે પાણીનાં કુંડા તૈયાર કરવામાં આવ્‍યા છે. એક કલાકમાં ૬ હજાર જેટલા લોકો જલપાન કરી શકે તે પ્રકારની ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. પ્રસાદી માટે પણ ખાસ સમીયાણો ઉભો કરવામાં આવ્‍યો છે.  આ પ્રસાદીની વ્‍યવસ્‍થામાં બગદાણા બાપા સિતારામ આશ્રમ ટ્રસ્‍ટનાં ૩૦૦ જેટલા સ્‍વયંસેવકો સેવા આપશે. આ કથાનાં આયોજનમાં રાણા વડવાળા ઉપરાંત ભોદ, મોકર, વનાણા, ટુકડા, રાણાવાવ, પોરબંદર, ગઢવાણા, જમરા, બળેજ, રાણા કંડોરણા, રાણા ખીરસરા સહિતનાં આસપાસનાં લોકો તેમજ કુરીયરનાં વ્‍યવસાયમાં જોડાયેલા ર૪ રાજ્‍યનાં મહાનુભાવો પણ ખાસ આ શિવકથાનાં પ્રસંગે ઉપસ્‍થિત રહેશે

(12:58 pm IST)