Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ધોરાજીના મોટી પરબડીમાં કાલે લેઉઆ પટેલ બાબરીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના સાનિધ્‍યમાં હવન

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.રપ : ધાોજીના મોટીપરબડી ગામે આવેલ બાબરીયા પરીવારના કિતિવંતા કુળદેવી શ્રી આઇશ્રી ખોડીયાર માતાજી મોટી પરબડીમાં બીરાજમાન છે ત્‍યાં દરવર્ષની જેમ ‘‘મા''ના હાજરા હજુર સાનિધ્‍યમાં પૂજા અર્ચના મહાઆરતી, ભકતીની સંગે યજ્ઞ કાર્યનું આયોજન કરેલ છે. જેમાં તા.ર૬/૩/ર૩ ને રવીવારે સવારે ૮ કલાકે માતાજીના મંદિરેથી સણગારેલ બળદ ગાડાઓ સાથે ઢોલ નગારા અને ડીઝેના સથવારે માતાજીની જય સાથે ભવ્‍ય શોભાયાત્રા નીકળશે તેમજ યજ્ઞ ર૬/૩ સવારે ૮ કલાકે હવનમાં બીડુ હોવાનું સમય ર૬/૩/ર૩ ને બપોરે ૪ કલાકે તેમજ શનીવારે રાત્રે ભવ્‍ય કાનગોપીનો કાર્યક્રમ રાખેલ છે જેમાં સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ આ તકે તા.ર૬/૩/ર૩ ને રવીવારે બાબરીયા પરીવારના તેજસ્‍વી તારલાઓને સીલ્‍ડ અને પ્રમાણપત્રો આપી સન્‍માનીત કરાશે.

આ યજ્ઞમાં સાતકમાં બીરાજમાન પરીમલ બાબરીયા હામાપુર પ્રસાંત બાબરીયા સુરત વિરભાઇ બાબરીયા જેતપુર, મુકેશ બાબરીયા રાણપુર શામજીભાઇ બાબરીયા, આકોલવાડી, જીતેન્‍દ્ર બાબરીયા, મોટીપરબવડી સહીતના યજ્ઞમાં બીરાજમાન થશે બાબરીયા પરીવારના યજ્ઞને લઇને સાત સંમદર પાર અમેરીકા કેનેડા, ઇંગ્‍લેન્‍ડ મુંબઇ અમદાવાદ, વડોદરા સહીતમાં વસ્‍તા પરીવારો હાજર રહી દર્શનનો લાભ લેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા પરિવારજનો જહેમત ઉઠાવી રહેલ છે.

(12:56 pm IST)