Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

આટકોટમાં પુરવઠાનો દરોડોઃ ગેરકાયદે બાયોડીઝલનું વેંચાણ પકડાયું: ૪.પ૦ લાખનો માલ સીઝ

નમુનાઓને તપાસણી માટે ગાંધીનગર ફોરેન્‍સીક લેબોરેટરી ખાતે મોકલાયા

 

ઉપરોકત સ્‍થળ ખાતેથી ધોરણસરના નમુનાઓ તપાસણી અર્થે લઇ ગાંધીનગર ખાતે આવેલ ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરીમાં પૃથ્‍થકરણ માટે મોકલી આપવામાં આવશે. સીઝર કરેલ જથ્‍થા અન્‍વયે કલેકટર દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટ તા. રપ :.. જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુની સુચના અનુસાર ઇ. ચા. જિલ્લા પુરવઠા અધિકારી સુરજ સુથાર તથા પુરવઠા નિરીક્ષકોની ટીમ દ્વારા જસદણ તાલુકાના આટકોટ ખાતે રાજકોટ - ભાવનગર હાઇવે પર પ્રજાપતિ હોટેલ પાછળ અનઅધિકૃત બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે સ્‍થળની ગઇકાલે આકસ્‍મિક તપાસણી કરવામાં આવેલ, તપાસણી સમયે માલુમ પડેલ અનધિકૃત બાયોડીઝલનાં પંપના માલીક ઇકબાલભાઇ કથીરીયાના પ્રતિનિધિ તરીકે નિલેષભાઇ ભીમભાઇ ભોજક હાજર હતાં.

જેમાં તપાસ દરમિયાન અનઅધિકૃત બાયોડીઝલ (ભેળસેળયુકત પ્રવાહી પેટ્રોલીયમ) ૩૭૬ર લી. જેની કુલ કિંમત રૂા. ર,૮૯,૬૭૪, ડિસ્‍પેન્‍સર આઉટલેટ યુનિટ નંગ ૧ જેની કિંમત ૪૦,૦૦૦ જમીનમાં રહેલ એમએસ ટેન્‍ક નંગ ૧ જેની કિંમત ૧ લાખ તથા માપીયા નંગ ર જેની કુલ કિંમત પ હજાર સહિત કુલ ૪,૩૪,૬૭૪ નો જથ્‍થો માલ સીઝ કરાયેલ.

 

(12:27 pm IST)