Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વઢવાણ-વડોદ સ્‍ટેટ હાઇ-વે પર ટીંબા-કારિયાણી વચ્‍ચે ડેમનું હજારો પાણી લીટર વેડફાયું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૪ : વઢવાણ-વડોદ સ્‍ટેટ હાઇવે પર ટીંબા ગામ પાસે ચેક ડેમ ભર ઉનાળે છલકાયો છે. જળ દિવસે જ વઢવાણ તાલુકાના ટીંબા ગામના પાદરમાં આવેલો ચેક ડેમમાં નર્મદાના પાણી ઠાલવાતા છલકાતા આશ્ચર્ય ફેલાયું છે. જયારે હજારો લીટર પાણી વેડફાતા લોકોમાં રોષ ફેલાયો હતો.આમ ઉનાળામાં પાણી માટે એક તરફ રઝળપાટ છે બીજી તરફ નર્મદાના નીર ઉનાળાથી તરસ્‍યા લોકોને મળે તેવી માંગ ઉઠી છે. તાલુકાના ૧૦થી વધુ ગામો નર્મદાના નીર માટે રાહ જોઇ રહ્યા છે. ઉનાળાના પ્રારંભે જ અનેક વિસ્‍તારોમાં પાણીની પારાયણ શરૂ થઇ છે.

ત્‍યારે જળ દિવસે જ ટીંબા ગામના પાદરમાં આવેલો ચેક ડેમ છલકાતા આર્ય ફેલાયુ છે.વઢવાણ વડોદ સ્‍ટેટ હાઇવે પર ટીંબા કારીયાણી વચ્‍ચે ચેકડેમ બનાવાયો છે.આ ચેક ડેમમાંથી સિંચાઇનું પાણી માટે ૫૦થી વધુ વીજટ્રાન્‍સફોર્મર ઉભા કરાયા છે.આમ છતા ચેકડેમ જળ દિવસે જ છલકાયો છે.નર્મદાના નીર વગર વરસાદે છલકાતા કોઝવે પાસે પાણી વહી રહ્યુ છે.

ભર ઉનાળે નર્મદાના નીરોનો હજારો લીટર વેડફાટ થતા અનેક તર્ક વિતર્ક ફેલાયા છે. આ અંગે રાજૂભાઇ, ઘનશ્‍યામભાઇ સહિતનાઓએ જણાવ્‍યુ કે આ વડોદ સ્‍ટેટ હાઇવે પર ચેકડેમમાં હજારો લીટર પાણી વહી રહ્યુ છે.ત્‍યારે આ પાણી વહી જતુ અટકાવી તરસ્‍તા ખેતરો અને ખેડુતો સુધી પહોંચવાને બદલે વેડફાટ થઇ રહ્યો છે.આથી આ અંગે નર્મદાવિભાગ કે જવાબદાર તંત્ર તપાસ કરીને યોગ્‍ય કાર્યવાહી કરે તેવી લોક લાગણી અને માંગણી છે.

(12:19 pm IST)