Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ઉનાના કાળપાણ પાસે ટ્રેકટરોમાં ગેરકાયદે દરિયાની રેતી ભરીને જતાં પાંચ શખ્‍સો ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના તા. રપ :.. તાલુકાના કાળપાણ પાસે પ ટ્રેકટરોમાં દરિયાની રેતી ભરીને જતાં પાંચ શખ્‍સોને પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

એલ. સી. બી. ના પો. ઇન્‍સ. એ. એમ. ચાવડાના માર્ગદર્શન મુજબ પો. સબ. ઇન્‍સ. વી. કે. ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્‍યાન પો. હેડ કો. પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, રાજૂભાઇ ગઢીયા, પો. કો. સંદિપસિંહ ઝણકાટ, પેરોલ ફર્લોના પો. હેડ કો. જયરાજસિંહ ગોહીલ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે ઉના તાલુકાના કાળાપાણ ગામના રસ્‍તે પાંચ ટ્રેકટર ટ્રોલી સાથે કાળાપાણ ગામથી દૂર દરીયામાંથી કાળી રેતી પાસ પરમીટ વગર ભરી હેરાફેરી કરતા ભાવેશભાઇ ભોજાભાઇ મજીઠીયા, નરેન્‍દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ, યોગેશભાઇ નાનુભાઇ ચુડાસમા, કીરીટસિંહ સુરુભા રાઠોડ, તથા પ્રવિણભાઇ રૂડાભાઇ મજીઠીયા રહે. તમામ કાળાપાણ બધાને પકડી પાડેલ છે.

ગેરકાયદે રેતીની હેરફેર કરતા પાંચ શખ્‍સો પાસેથી આઇસર ટ્રેકટર ૩૬૮ લાલ કલરનું જીજે-૩ર-બી-૬ર૪૯ તથા નંબર વગરની ટ્રોલી સોનાલીકા ટ્રેકટર બ્‍લ્‍યુ કલરનું નંબર વગરનું અને નંબર વગરની ટ્રોલી, મહીન્‍દ્રા ભૂમિ પુત્ર ટ્રેકટર લાલ કલરનું નંબર વગરનું જેના એન્‍જીન તથા નંબર વગરની ટ્રોલી આઇસર ટ્રેકટર સીલ્‍વર કલરનું નંબર વગરનું જેના એન્‍જીન તથા નંબર વગરની ટ્રોલી તેમજ સ્‍વરાજ સફેદ કલરનું નંબર વગરનું તથા નંબર વગરની ટ્રોલી આમ ૪ ટ્રેકટર ટ્રોલી રેતી ભરેલા તેમજ એક ટ્રેકટર ટ્રોલી એમ કુલ પ ટ્રેકટર ટ્રોલી રેતી સાથે કુલ કિ. રૂા. રપ લાખનો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

આ પાંચ શખ્‍સોને પકડવાની કામગીરી એલ. સી. બી. પો. ઇ. એ. એસ. ચાવડા, પો. સબ. ઇ., વી. કે. ઝાલા, પો. હેડ કો. પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, રાજૂભાઇ ગઢીયા, શૈલેષભાઇ ડોડીયા, પો. કો. સંદિપસિંહ ઝણકાટ, ઉદયસિંહ સોલંકી, પેરોલ ફર્લોના પો. હેડ કો. જયરાજસિંહ ગોહીલ, દેલવાડા ઓ. પી. એ. એસ. આઇ. એ. વી. સાંખટ માઇન્‍સ સુપરવાઇઝ એન. વી. બારડ, ખાન ખનીજ કચેરી, ગીર સોમનાથએ કરી છે.

(12:18 pm IST)