Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

છુટાછેડા બાદ બાળકના જન્‍મના પ્રમાણપત્રમાં નવા પિતાના નામનો દાખલો કાઢી આપવા હુકમ

પોરબંદરની કોર્ટમાં ઉપસ્‍થિત થયેલ કેસમાં મહત્‍વનો ચુકાદો

પોરબંદર તા.૨૫: છુટાછેડા બાદ બાળકના જન્‍મના પ્રમાણપત્રમાં પિતાના નામનાં સુધારો કરવા સંબંધે પોરબંદર કોર્ટે મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

હાલ સમાજમાં કોઇપણ કારણોસર છુટાછેડાનું પ્રમાણ વધતુ જાય છે. અને નાની નાની બાબતોમાં જતુ ન કરવાની ભાવનાથી પતિ- પત્‍નિ વચ્‍ચેના સંબંધોમાં તિરાડો વધતી જતી હોય અને છેવટે છુટાછેડામાં પરિણામતી હોય અને તે સમયગાળા દરમ્‍યાન દિકરા કે દિકરીનો જન્‍મ થઇ ગયેલો હોય ત્‍યારબાદ છુટાછેડા પછી સામાન્‍ય સંજોગોમાં નાનુ બાળક માતા સાથ ેજ જતુ હોવાના કારણે  અને ત્‍યારબાદ માતા દ્વારા બીજા લગ્ન કરવામાં આવતા હોય અને ત્‍યારે બાળક પણ સાથે જ જતુ હોવાના કારણે તેના જન્‍મના દાખલમાં પિતા તરીકે ઓરીજનલ પિતાનું નામ લખેલુ હોય જયારે સ્‍કુલમાં દાખલ કરતી વખતે તેમજ આધારકાર્ડ તથા રેશનકાર્ડ વિગેરેમાં નવા પિતાનું નામ આવતુ હોય તેના કારણે ધણી વિસંગતતઓ ઉભી થતી હોય છે. અને આવી સસ્‍મયાનું કાયદામાં કોઇ  નિરાકરણ ન હોય અને જે તે ગ્રામ પંચાયત કે નગરપાલિકા જન્‍મના દાખલમાં પિતાના નામમાં સુધારો કરી આપતા ન હોય તેથી બાળકના ડોકયુમેન્‍ટમાં તેના વાંક ગુન્‍હા વગર કાયદાકીય ગુંચ ઉભી થતી હોય અને તે સંબંધે પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે નીચેની કોર્ટમાં અલગ અલગ દાવાઓ કરી પિતાના નામમાં સુધારો કરી આપવા હુકમ કરવા માંગણી કરતા પરંતુ નીચેની કોર્ટ દ્વારા દાવાઓ નામંજુર કરેલા હતા

એડવોકેટ ભરતભાઇ લાખાણી દ્વારા હાર સ્‍વીકારવાના બદલે પોરબંદર ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં તે હુકમને ચેલેન્‍જ કરેલા હતા અને અપીલો દાખલ કરેલી હતી. અને આવી અપીલો પોરબંદરના એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજશ્રી ભટ મેડમની કોર્ટમાં ચાલી જતા અને  ત્‍યાં વિગતવાર દલીલ કરી બાળકના ભવિષ્‍યનો સવાલ હોય તેને નોકરી તથા આગળ અભ્‍યાસમાં તેમજ પાસપોર્ટ કઢાવવામાં પણ ભવિષ્‍યમાં મુશ્‍કેલી ઉભી થવાની સંભાવના રહેલી હોય અને અગાઉના છુટાછેડાનું લખાણ તથા નવા લગ્નની નોંધ્‍ણીનો દાખલો તથા બાળકને નવા પિતા દ્વારા દતક લેવામાં આવેલ હોય તેનું નોંધાયેલ દતક વિધાન રજુ કરેલા હોય ત્‍યારે આવા કિસ્‍સામાં ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટ દ્વારા માનવીય અભિગમ રાખી સુધારો કરી આપવાના હુકમો કરેલા હોય તેવી ઓથોરીટી રજુ કરતા કોર્ટ દ્વારા તમામ અપીલોમાં હુકમો કરી જન્‍મના દાખલાઓમાં બાળકના નામની પાછળ નવા પિતાનું નામ ઉમેરી દેવા અને તે મુજબ નવો દાખલો કાઢી આપવા હુકમો કરેલ છે.

આ કામમાં અપીલકર્તાઓ વતી પોરબંદરના એડવોકેટ શ્રી ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી.સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્‍દ્ર પાલા, નવધણ જાડેજા તથા કિશન ગોહેલ રોકાયેલા હતા.

(12:14 pm IST)