Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

દોઢ લાખની દારૂ ભરેલ કાર કબ્‍જે : નાસેલા ચાલક રાજસ્‍થાનીને ઇજા : બજાણા પાસે ઘટના એકની ધરપકડ

વઢવાણ,તા. ૨૫ : મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે માલવણ નર્મદા પેટા કેનાલના પુલ પાસે વોચ ગોઠવીને પાટડી તરફથી આવતી કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ભગાવી હતી. પોલીસે તેનો પીછો કરેલ હતો. દરમિયાન ઈનોવા કાર માળીયા-અમદાવાદ હાઈવે ઉપર સામેથી આવતી અન્‍ય ઈનોવાકાર સાથે અથડાતા બન્ને કાર ઉભી રહી ગઈ હતી. પોલીસે ભાગેલી કારના ચાલક રાજસ્‍થાનના ઈશ્વરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણને માથાના ભાગે ઈજા થઈ હતી. પોલીસે ભાગેલી ઈનોવા કારની તલાશી લેતા તેમાંથી અંગ્રેજી દારૂની રૂા.૧,૫૭,૩૦૦ની કિંમતની અંગ્રેજી દારૂની નાની મોટી ૧૧૨૧ બોટલો નો જથ્‍થો મળી આવતા કાર સહિત રૂા.૯,૬૨,૯૦૦ નો મુદામાલ કબજે કરીને બજાણા પોલીસ સ્‍ટેશને રાખવામાં આવેલ હતો.

ઈનોવા ચાલક ઈશ્વરસિંહને પાટડી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર અપાવીને પુછપરછ કરતા દારૂનો આ જથ્‍થો રામનગર (તા.દાંતીવાડા)ના બાદલસિંહ ઉર્ફે કેતનસિંહ વાઘેલાનો હોવાનું, ઉદેપુરના કેસરસિંહે દારૂ ભરેલો કાર આપેલ હોવાનું, તેમજ જીતુસિંહ ઉર્ફે વિજય નામના શખ્‍સે દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરેલા હોવાનું ખુલતા પોલીસે ઈશ્વરસિંહની અટક કરીને તમામ ચારેય સામે બજાણા પોલીસમાં ગુનો દાખલ કરાવેલ હોવાનું જાણવા મળ્‍યું છે.

(12:12 pm IST)